Fire in Ankleshwar: ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડવાનું શરૂ થઇ ગયું છે, ત્યારે આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે (શુક્રવારે) અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકાર સ્કૂલમાં આગ લાગી હતી. શાળામાં મધ્યાહન ભોજનની તૈયાર વખતે ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી. જોકે શિક્ષકો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓની સમયસૂચકતા અને સૂઝબૂઝના મોટી જાનહાનિ ટળી હતી. આગ ફાટી નીકળતાં શાળાના 200 જેટલા વિદ્યાર્થીને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકશ્વરની સરકાર શાળા નંબર 1માં બપોરના સમયે મધ્યાહન ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને પગલે શાળાના તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. જેના લીધે મોટી જાનહાનિ ટળી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
હાલમાં પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીના કારણે લાગી હોઇ શકે છે.
સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી આગ
આજે (શુક્રવારે) સવારે સુરતમાં લાગ લાગવાની ઘટના બની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આઠમા માળે લાગેલી આગ દસમા માળ સુધી પ્રસરી હતી. અત્યાર સુધી 15થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.