વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનો હાથાપાઇ કરતો વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના પતિ રોનકભાઇની પોર વિસ્તારમાં પેવર બ્લોકના મુદ્દે બોલાચાલી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ત્યારબાદ બંને પક્ષે હાથાપાઇ પણ થતી દેખાય છે.જો કે આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. જ્યારે,પ્રમુખે આ મુદ્દે સમાધાન થઇ ગયું છે અને વિવાદિત કામ પણ પૂર્ણ થયું છે તેમ કહ્યું હતું.