Tripura Earthquake : ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપ અને હજારો લોકોના મોતથી લોકો હજુ પણ ભયભીત છે, ત્યારે શુક્રવારે ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત ત્રિપુરા રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અગરતલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ
શુક્રવારે ત્રિપુરાની રાજધાની અગરતલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ હળવી તીવ્રતાનો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.