Defence Minister Rajnath Singh Addresses The Indian Army Soldiers at Srinagar : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કરીને 26 લોકોની નિર્દયતાથી હત્યા કર્યા બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અનેક ઠેકાણાને નષ્ટ કરી દીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડી સીધો પાકિસ્તાનની છાતી પર વાર કર્યો છે, જેને આતંકવાદીઓ અને તેના આકા પાકિસ્તાન ક્યારે ભૂલી નહીં શકે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે વિશ્વભરને ચેતવીને કહ્યું છે કે, પાકિસ્તાન દુષ્ટ અને બેજવાબદાર દેશ છે, તેથી શું તેના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? આ સાથે તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખવા આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી(IAEA)ને માંગ કરી છે.
પાકિસ્તાનના હાથમાં પરમાણુ હથિયારો સુરક્ષિત છે?
જમ્મુ-કાશ્મીર ગયેલા રાજનાથ સિંહે સૈનિકો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાન(Pakistan)માં તેના આકાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, તેઓએ પોતાને ક્યાંય પણ સુરક્ષિત ન માનવા જોઈએ. હું વિશ્વભરને સવાલ ઉઠાવવા માંગું છું કે, દુષ્ટ અને બેજવાબદાર દેશ પાકિસ્તાનના હાથમાં પરમાણુ હથિયારો (Nuclear Weapons) સુરક્ષિત છે?
IAEAએ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખવી જોઈએ
તેમણે કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીએ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર નજર રાખવી જોઈએ. ભારત (India) ક્યારેય યુદ્ધના પક્ષમાં રહ્યું નથી, પરંતુ જ્યારે આપણા સાર્વભૌમત્વ પર હુમલો થશે, ત્યારે અમે જવાબ આપીશું. આતંકવાદ પર ભારત સાથે દગો કરવાની પાકિસ્તાન ભારે કિંમત ચૂકવી રહ્યું છે અને જો આતંકવાદ ચાલુ રહેશે તો આ કિંમત વધશે.
સીધો પાકિસ્તાનની છાતી પર વાર
સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂર(Operation Sindoor)ને આતંકવાદ વિરુદ્ધની ભારતની મોટી કાર્યવાહી ગણાવતાં કહ્યું કે, ‘ભારતે વિશ્વભરને સ્પષ્ટ દેખાડી દીધું છે કે, અમે આતંકવાદ વિરુદ્ધ કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની છાતીમાં ઘા કર્યો છે અને તેના ઘાનો એકમાત્ર ઇલાજ આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરવાનો અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ ન થવા દેવાનો છે.
આ પણ વાંચો : બોઈંગ વિમાન વિવાદમાં બરાબરના ફસાયા ટ્રમ્પ, ચોતરફ ટીકા થતાં કતારના PMએ કરવો પડ્યો ખુલાસો
‘પાકિસ્તાન જ્યાંથી ઊભું થાય છે, ભિખારીઓની લાઇન ત્યાંથી શરુ થાય છે’
તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘પાકિસ્તાન પોતાની ભીખ માંગવાની આદતને કારણે એવી સ્થિતિમાં પહોંચી ગયો છે કે તેના વિશે એવું કહી શકાય કે પાકિસ્તાન જ્યાંથી ઊભું થાય છે, ભિખારીઓની લાઇન ત્યાંથી શરુ થાય છે. તમે સાંભળ્યું હશે કે પાકિસ્તાન ફરીથી IMF પાસે લોન માંગવા ગયું. બીજી બાજુ, આપણો દેશ એવા દેશોમાંનો એક છે જે IMFને ભંડોળ આપે છે, જેથી IMF ગરીબ દેશોને લોન આપી શકે.”
આ પણ વાંચો : ICCએ WTC-2025ની ટીમો માટે ઈનામની રકમ જાહેર કરી, જાણો કંઈ ટીમને મળશે કેટલા રૂપિયા