Vadodara Demolition : વડોદરા શહેર પોલીસ દ્વારા બુટલેગરો સામેની ઝુંબેશ દરમિયાન ગેરકાયદેસર દબાણો તોડવામાં આવી રહ્યા છે. જે દરમિયાન આજે વધુ બે બુટલેગરના દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.
ગઈકાલે ફતેગંજ પોલીસે છાણી રોડ પર બુટલેગર પકીયાનું સરકારી જમીન પરનું દબાણ તોડી નાખ્યા બાદ બપોરે નંદેસરી પોલીસે દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.
જે પૈકી દામાપુરા વિસ્તારમાં વિશાલ નામના બુટલેગર દ્વારા દિપક નાઈટ્રેટ કંપની નજીક ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હોવાની તેમજ કૈલાશ બેને નંદેસરીની કેમટેક કંપની નજીક ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હોવાની વિગતો મળતા નંદેસરી પોલીસે જીઆઇડીસીના સત્તાધીશોની મદદ લીધી હતી.
ઉપરોક્ત બંને સ્થળે બુલડોઝર ફેરવી દઈ શેડ તેમજ અન્ય દબાણ દૂર કરવામાં આવ્યા હતા.