Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાઈ ગોલ્ડન બિલ્ડિંગના સાતમાં માળેથી પતિ-પત્નીએ મોતની છલાંગ લગાવીને આપઘાત પ્રયાસ કર્યો હતો. જેમાં પતિનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસિટલમાં દાખલ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ઘરકંકાસના કારણે આપઘાત કર્યા હોવાનું અનુમાન છે. આ ઘટનાને લઈને આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ અને તરત જ પોલીસે જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે બી-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચીને હાથ ધરી તપાસ છે.