![]()
Amreli News: સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારના ગામડાંઓમાં સિંહની લટારના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ધારીમાં મોડી રાત્રે એક બે નહીં પણ 15 જેટલાં સિંહ રોડ પર આવી ચડ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
અમરેલીના ધારીના વાઘવડી ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહોનું ટોળું નીકળ્યું હતું. ગીરના ગામડાંઓમાં સિંહોના ટોળા શિકારની શોધમાં લટાર મારતા હોય છે. જેમાં ધારીના વાઘવડી ગામ નજીક 15 સિંહોનું ટોળું નીકળ્યું હતું.
આ પણ વાંચો: નલ સે છલ: નસવાડીના જેમલગઢમાં પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા, જિલ્લાના અનેક ગામોની કફોડી હાલત
સ્ટેટ હાઇવે ક્રોસિંગ કરી રહેલા સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આમ અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સિંહના આંટાફેરના દ્રશ્યો સામે આવતા હોય છે. ઘણી વખત શિકારની શોધમાં ગામમાં આવેલા સિંહે ગાયનું મારણ કર્યું હોવાના પણ વીડિયો સામે આવતા હોય છે.










