Murshidabad violence : કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે કહ્યું છે કે પરિસ્થિતિ આવી હોય ત્યારે અદાલત આંખો બંધ ન કરી શકે. વક્ફ કાયદામાં સુધારા બાદથી જ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે જેમાં આજે સતત બીજા દિવસે મુર્શિદાબાદમાં ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લૂંટના ઈરાદે હુમલા બાદ પિતા-પુત્રની હત્યા કરી દેવાતા તણાવ વધ્યો છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં કરી હતી. જોકે મમતા સરકારે આ માંગનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યમાં સેન્ટ્રલ ફોર્સની કોઈ જરૂર નથી.