– ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા બાદ મહેસૂલી ટીમની કાર્યવાહી
– માલિકીની અલગ-અલગ જમીનોમાં ૨૧ ભૂમમાફિયાઓએ ૬૫ ગેરકાયદે કુવાઓમાંથી કાર્બોસેલનું ખનન કર્યું હતું
– ખંપાળીયા, વગડીયા, ગઢડા, આસુંન્દ્રાળી ગામોની પણ તબક્કાવાર યાદી જાહેર કરાશે
સુરેન્દ્રનગર : ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે થોડા દિવસો પહેલા મુળી તાલકાના અલગ-અલગ ગામોમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગે રેઈડ કરી મોટા પાયે ખનીજચોરી ઝડપી પાડી હતી.
જેમાં મુળીના ઉમરડા ગામમાં ખેડૂત ખાતેદારો દ્વારા પણ ગેરકાયદે રીતે કાર્બોસેલનું ખનન થતું હતું. તેને લઇ જમીનની માલિકી અંગે મહેસૂલી વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી આવા ભૂમાફિયાઓની યાદી જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચચ.ટી.મકવાણા સહિતની ટીમે થોડા દિવસો પહેલા મુળી તાલકાના ખંપાળીયા, ગઢડા, ઉમરડા, આસુંન્દ્રાળી અને વગડીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. જેમાં ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજચોરી થતી હોવાનું સામે આવ્યું હતું અને સ્થળ પરથી મોટી રકમનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રેવન્યુુ વિભાગ સાથે સંકલન કરી કેટલી રકમની અને કેટલા સમયથી કાર્બોસેલનું ખનન કરવામાં આવ્યું છે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન મુળીના ઉમરડા ગામની સીમમાં અલગ-અલગ સર્વે નંબરોની જમીનમાં ખેડૂત ખાતેદાર દ્વારા કોઈ પણ જાતની મંજૂરી કે પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થયેલું જણાઈ આવ્યું હતું. જેમાં અલગ-અલગ ૨૧ ખેડુત ખાતેદારો દ્વારા ૬૫ જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવામાંથી ખનન કર્યું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી. આથી તમામ ખેડુત ખાતેદારો (ભૂમાફિયાઓ) સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાકીના ગામોમાં પણ આજ પ્રકારે તબક્કાવાર તપાસ હાથધરી ભૂમાફિયાઓની યાદી જાહેર કરશે તેમ પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું જ્યારે ચોટીલા પ્રાંત અધિકારીની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મુળીના ઉમરડા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ.
ક્રમ સર્વે નંબર કબ્જેદારનું નામ કુવાની સંખ્યા
(૧) ૭૭૭ રમેશભાઈ ઠાકરશીભાઈ જાડા (અન્ય) ૩
(૨) ૭૭૬ સુરેશભાઈ ભીખાભાઈ (અન્ય) ૫
(૩) ૬૭૬ દેવાભાઈ લીંબાભાઈ રબારી (અન્ય) ૬
(૪) ૭૪૫ માલાભાઈ ખોડાભાઈ રબારી ૧
(૫) ૭૪૪ રણછોડભાઈ ખોડાભાઈ રબારી (અન્ય) ૧
(૬) ૭૪૨ માલાભાઈ ખોડાભાઈ રબારી ૩
(૭) ૭૪૭ રણછોડભાઈ ખોડાભાઈ રબારી ૧
(૮) ૭૮૩ ઘનશ્યામભાઈ અમરશીભાઈ (અન્ય) ૧
(૯) ૭૮૧ ધીરૂભાઈ પોપટભાઈ ૪
(૧૦) ૭૮૨ રતુભાઈ પોપટભાઈ ૨
(૧૧) ૭૭૯ કરશનભાઈ પોપટભાઈ ૨
(૧૨) ૭૮૦ દાનુુભાઈ પોપટભાઈ ૪
(૧૩) ૭૮૪ લીલાબેન દાજીભાઈ પઢાર (અન્ય) ૪
(૧૪) ૭૮૫ રણજીતભાઈ હેમુભાઈ ૨
(૧૫) ૭૮૬ રણજીતભાઈ હેમુભાઈ ૨
(૧૬) ૭૮૮ ભીખુભાઈ ખેંગારભાઈ ૨
(૧૭) ૭૮૭ ભીખુભાઈ ખેંગારભાઈ ૨
(૧૮) ૧૦૦૬ સુરેશભાઈ બનાભાઈ ચૌહાણ ૩
(૧૯) ૭૭૨ સાતીબેન રામભાઈ રબારી ૩
(૨૦) ૭૭૪ જગાભાઈ રૂપાભાઈ રબારી ૨
(૨૧) ૭૭૩ રાણાભાઈ લાખાભાઈ રબારી ૨
(૨૨) ૭૭૮ બાલુબેન લાલજીભાઈ જાડા (અન્ય) ૨
(૨૩) ૭૭૦ લખમણભાઈ સાર્દુલભાઈ રબારી ૬
(૨૪) ૭૬૯ માવજીભાઈ હિરાભાઈ કોળી ૨
કુલ 65