સમયસર નાણા ચુકવવાનું કહી વિશ્વાસમાં લઈ હીરા ખરીદ્યા હતા : વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં ન ચૂકવતા મુંબઈમાં રહેતા શખ્સ સામે અમરેલી સિટી પોલીસ મથકમાં ફરીયાદ
અમરેલી, : અમરેલીના હીરાના વ્યવસાયકાર પાસેથી મુળ કુંકાવાવ તાલુકાના દેવગામના મુળ વતની અને હાલ મુંબઈ રહેતા શખ્સે ઉધારીમાં હીરા ખરીદ્યા બાદ નાણા ન ચૂકવતા રૂા. 10.46 લાખની વિશ્વાસઘાત ઠગાઈ થયાની ફરિયાદ અમરેલીના પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા ફરીયાદી સુરેશભાઈ ગીરધરભાઈ પાનસુરીયા હીરાનો લે-વેચનો વ્યવસાય કરે છે ત્યારે સુરેશભાઈ અને તેના ભાગીદારોનો વિશ્વાસ કેળવી મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા અરવિંદ વલ્લભ શેલડીયા મૂળ ગામ દેવગામ તા.કુંકાવાવવાળાએ સુરેશભાઈએ ભાગીદારીમાં ખરીદ કરેલ હીરાનો માલ ખરીદ કરી સુરેશભાઈને સમયસર નાણા આપવાનુ અરવિંદભાઈએ જણાવ્યા બાદ સમયસર નાણા નહી આપીને સુરેશભાઈ સાથે રૂ. 10,46,043 ની ઠગાઈ કરી હોવાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.અમરેલી જિલ્લામાં છેતરપીંડી, ઠગાઈ જેવા બનાવો વારંવાર બનવા પામે છે. લોકો વિશ્વાસમાં લઈ સમયસર નાણા નહી આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરતા હોય છે અને જયારે નાણા પરત માંગવામાં આવે છે ત્યારે હાથ ખંખેરી લેતા હોય છે. થોડા દિવસ પહેલા અમરેલીના પેટ્રોલપંપ સંચાલકે મહિલા પાસેથી સોનુ, રોકડ રકમ ઓળવી ગયા બાદ પૈસા કે સોનુ પરત નહી આપતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી તો હવે આવા બનાવોમાં વધુ એક ઉમેરો થયો છે.