– 1997માં તે પોતાની પત્ની સમરાઝ સાથે કેનેડા ગયો ત્યાં ઇમીગ્રેશન કન્સલટન્સી શરૂ કરી સાથે હલાલ મીટનો પણ વેપાર શરૂ કર્યો
નવી દિલ્હી : 26/11ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઈ.એ.)એ પૂછપરછ શરૂ કરી દીધી છે. તેણે એજન્સીના અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે પાકિસ્તાન આર્મી છોડી દીધું હોવા છતાં તે આઈએસઆઈ કે લશ્કર-એ-તૈય્યબાની મીટીંગ વખતે ફૂલ ડ્રેસમાં હાજર રહેતો હતો. રાણા પોતે આર્મી મેડિકલ કોર્સમાં વરિષ્ટ પદે હતો.
રાણાનું વતનનું ગામ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું ચીચા વતની છે. તેના પિતા એક સ્કૂલમાં હેડમાસ્તર હતા.
રાણાને બીજા બે ભાઈઓ છે એક ભાઈ પાકિસ્તાન સેનામાં સાઈકીઆટ્રીસ્ટ છે. બીજા ભાઈ પત્રકાર છે. તહવ્વુર રાણા હસનાબાદ સ્થિત કેડેટ કોલેજમાં ભણ્યો હતો. જ્યાં તે ડેવિડ કોલમેન હેટલી (દાઉદ સૈયદ ગીલાની)ને મળ્યો હતો. આ ગિલાનીએ જ ૨૬/૧૧નો હુમલો કરાયો હતો. અત્યારે એ અમેરિકાની જેલમાં છે.
રાણા ૧૯૯૭માં કેનેડા ગયો. સાથે તેની પત્ની સમરાઝ રાણા અખ્તર પણ હતી. તે દવાખાનું ચલાવતી હતી. (તે ડોક્ટર હતી) પરંતુ દવાખાનું બરોબર ચાલતું ન હતું. રાણાએ ટોરેન્ટોમાં ઇમીગ્રેશન કન્સલટન્સી સર્વિસ શરૂ કરી તેમાં પૂરૃં વળતર નહીં મળતાં હલાલ મીટનો ધંધો શરૂ કર્યો.
વાસ્તવમાં તેની કન્સલટન્સી સર્વિસ ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટેનું મ્હોરૃં બની ગઈ હતી. હેડલી કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. રાણા પોતે જ તબીબ હતો. તેણે મીલિટરી સર્વિસ છોડી દીધી તે પછી પણ ત્રાસવાદીઓના કેમ્પમાં ફુલ યુનિફોર્મ સાથે જતો હતો. તેને પાકિસ્તાનની લશ્કરી જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે સતત સંપર્ક રહેતો હતો. રાણાને વૈશ્વિક ત્રાસવાદી જાહેર થયેલા અને ભારતના મોસ્ટ વૉન્ટેડ ટેરરિસ્ટ સાજિદ મીર સાથે પણ સંબંધ હતો. આ મીર ૨૬-૧૧ના હુમલાનો મુખ્ય કર્તા હર્તા હતો. તેણે યહૂદીઓ જેમાં રહેતા હતા તે ચાબાદ હાઉસ ઉપર ઘેરો નાખ્યો હતો. અને તેની ઉપર ગોળીબારો કરતાં ૬ વ્યક્તિઓનાં મૃત્યુ પણ થયાં હતાં.
એન.આઈ.એ.ને વધુમાં જાણવા મળ્યું છે કે રાણા મેજર ઇકબાલના પણ સંપર્કમાં હતો. મેજર ઇકબાલની ઉપર ૨૦૧૦માં યુએસની કોર્ટે આરોપ મુક્યો હતો કે ડેવિડ હેડલી પાકિ. જાસૂસી પણ કરતો હતો.
૨૦૧૧માં ડેવિડ હેડલીએ કબુલ્યું હતું કે તે મેજર ઇકબાલ તરીકે પણ જાણીતો હતો. તેવો ત્રાસવાદ ફેલાવવા માટે યુવાનોની ભરતી કરતો હતો અને તાલિમ પણ આપતો હતો.