gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aurangzeb Tomb Controversy: તાજેતરમાં રજૂ થઈને સુપરહિટ થયેલી ફિલ્મ ‘છાવા’માં મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે, જેને લીધે મહારાષ્ટ્રમાં ફરીથી એ ક્રૂર મુઘલ બાદશાહનો મુદ્દો ગરમાયો છે. ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રના ખુલદાબાદ શહેરમાં આવેલી છે અને કેટલાક દક્ષિણપંથી જૂથોએ એ કબરને તોડી પાડવાની માંગ કરી છે. 

ઔરંગઝેબના નામે ફાટી ઊઠ્યું કોમી દંગલ

ઔરંગઝેબના મુદ્દે સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંદુ સંગઠનો દ્વારા મુસ્લિમોના ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યાની અફવા ફેલાઈ હતી. એ પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધી ગઈ છે. દરમિયાન આ બાબતે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારના પ્રતિભાવો પર પણ ચર્ચા ચાલી રહી છે. લોકો પૂછી રહ્યા છે કે શું સરકાર ઔરંગઝેબની કબર હટાવી શકશે?

વિવાદના મૂળમાં હતું એક નેતાનું નિવેદન

ઔરંગઝેબની કબરનો આ વિવાદ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના નિવેદનથી શરૂ થયો હતો. તેણે ફિલ્મ ‘છાવા’માં બતાવવામાં આવેલી કેટલીક બાબતોને ખોટી ગણાવી હતી. આ ફિલ્મમાં ઔરંગઝેબને સંભાજી મહારાજને ખૂબ શારીરિક ત્રાસ આપતો અને તેમની હત્યા કરતો દર્શાવાયો છે. આઝમીના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. તેમને મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજેપી સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ ઔરંગઝેબની કબર તોડી પાડવાની માંગ કરી હતી. એ પછી હિંદુ સંગઠનોએ પણ આ મુદ્દે તીવ્ર વિરોધ શરૂ કર્યો હતો.

ઔરંગઝેબની કબર આ કારણસર હટાવી નથી શકાતી

આ કબર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતા(ASI – આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા)ના રક્ષણ હેઠળ આવે છે. ASI તેને ‘રાષ્ટ્રીય ધરોહર’ માને છે, તેથી તેની જાળવણી કેન્દ્ર સરકાર કરે છે. મહારાષ્ટ્ર સરકાર પાસે તેને દૂર કરવાની સત્તા નથી.

ASI કેવા સ્થળોનું રક્ષણ કરે છે?

ASI સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે. તે ભારતના ઘણા ઐતિહાસિક સ્થળોનું રક્ષણ કરે છે, જેમાં મહેલો, કિલ્લાઓ, મંદિરો, ચર્ચો, મસ્જિદો, કબરો, વાવ જેવા પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે.

ASI સેંકડો સ્મારકોની જાળવણી કરે છે 

સો-બસો નહીં, આપણા દેશમાં કુલ મળીને 3,697 સ્મારકો છે જેની સુરક્ષા ASI કરે છે! આ સ્મારકોની સુરક્ષા 1958 માં બનાવાયેલા ‘પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષ ધારા’ (Ancient Monuments and Archaeological Sites and Remains Act – AMASR કાયદો) હેઠળ થાય છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત: પાણીના કારણે શરૂ થયો હતો વિવાદ

કેવા નિયમો લાગુ પડે છે?

  • AMASR કાયદો નીચે મુજબના નિયમો ધરાવે છે.
  • સંરક્ષિત સ્મારકની આસપાસ કોઈ બાંધકામ કરી શકાતું નથી. 
  • કલમ 19(1) કહે છે કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ સંરક્ષિત વિસ્તારમાં બાંધકામ, ખોદકામ અથવા કોઈપણ પ્રકારની તોડફોડ કરી શકશે નહીં. 
  • જો કોઈ વ્યક્તિ સ્મારકને તોડે છે અથવા બીજી જગ્યાએ હટાવે છે, તો એ ગુનો ગણાશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. 
  • ASI તેના દ્વારા સંરક્ષિત સ્મારકોનું નિયમિતપણે નિરીક્ષણ કરે છે. કોઈપણ ગેરકાયદેસર કામ કે નુકસાનના કિસ્સામાં સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની મદદથી કાર્યવાહી કરવામાં આવે છે.

સંરક્ષિત સ્મારકને ASI ની યાદીમાંથી કોણ દૂર કરી છે?

માત્ર કેન્દ્ર સરકાર પાસે જ ASI ની યાદીમાંથી કોઈ સ્મારકને હટાવવાની સત્તા હોય છે. જો કેન્દ્ર સરકારને લાગે કે જે-તે સ્મારકનું હવે રાષ્ટ્રીય રીતે કોઈ મહત્ત્વ નથી, તો તેને યાદીમાંથી હટાવી શકે છે. આ જોગવાઈ AMASR એક્ટની કલમ 35 માં છે. અત્યાર સુધી તો કેન્દ્ર સરકારે ઔરંગઝેબની કબરને ASI ની યાદીમાંથી હટાવવા માટે કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી નથી, પરંતુ લોકલાગણીને માન આપવાને નામે સરકાર આમ કરી શકે છે.

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, ‘સરકારે ઔરંગઝેબની કબરની રક્ષા કરવી પડે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તો તેને દૂર નહીં કરી શકીએ, પણ જો કોઈ ઔરંગઝેબનો મહિમા ગાવાનો પ્રયાસ કરશે તો તેને સફળ થવા દેવામાં આવશે નહીં.’ તેમણે એ પણ યાદ દેવડાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ કબરને ASI હેઠળ લાવવામાં આવી હતી.

ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | senior bjp l…
INDIA

ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | senior bjp l…

September 30, 2025
BIG NEWS | ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને PM મોદીનું પણ સમર્થન, કહ્યું- આશા છે યુદ્ધ સમાપ્ત થશે | is…
INDIA

BIG NEWS | ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને PM મોદીનું પણ સમર્થન, કહ્યું- આશા છે યુદ્ધ સમાપ્ત થશે | is…

September 30, 2025
દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી | Every shop should have boards of indi…
INDIA

દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી | Every shop should have boards of indi…

September 30, 2025
Next Post
દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against...

દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું – સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig…

દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું - સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig...

બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા…

બે સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ : હાઇ-વે ઓથોરિટીએ વિશ્વામિત્રી નદી વચ્ચે એપ્રોચ-વે બનાવતા વડોદરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન | Home Minist…

મોટા શહેરોમાં આવી ઘટનાઓ થતી રહે છે: યુવતીની સરાજાહેર છેડતી પર મંત્રીનું વિવાદિત નિવેદન | Home Minist…

6 months ago
વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village…

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village…

2 months ago
એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…

1 week ago
ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi…

ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News