બહુજન સમાજ પાર્ટી ચીફ માયાવતીના ભત્રીજા આકાશ આનંદે માફી માગી છે. તેમણે આ માફી પોતાના કાકી એટલે કે માયાવતી પાસે માગી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં કહ્યું હતું કે, ‘માયાવતીને હું પોતાના એકમાત્ર રાજકીય ગુરૂ અને આદર્શ માનુ છું. પોતાના કોઈપણ રાજનીતિક નિર્ણયો લેવા માટે સંબંધીઓની સલાહ નહીં લઉં. ભૂલ માફ કરીને ફરી પાર્ટીમાં કામ કરવાનો મોકો આપી દો.’
આકાશ આનંદે X પર પોસ્ટમાં કહ્યું હતું કે, ‘હું આ પ્રણ લઉં છું કે બહુજન સમાજ પાર્ટીના હિત માટે હું પોતાના સંબંધીઓ અને ખાસ કરીને સાસરિયા પક્ષને ક્યારેય પણ બાધા નહીં બનવા દઉં. થોડા દિવસો પહેલા કરેલા પોતાના ટ્વિટ માટે પણ માફી માગુ છું, જેના કારણે બહેનજીએ મને પાર્ટીમાંથી કાઢ્યો છે. અને આગળ પણ હું વિશ્વાસ અપાવું છું કે હું પોતાના કોઈપણ રાજકીય નિર્ણય માટે કોઈપણ સંબંધી કે સલાહકારની કોઈ સલાહ-સૂચન નહીં લઉં.
હું માત્ર આદરણીય બહેનજી દ્વારા અપાયેલા દિશા-નિર્દેશોનું જ પાલન કરીશ. પાર્ટીમાં પોતાનાથી મોટા અને જૂના લોકોની પણ ઇજ્જત કરીશ અને તેના અનુભવોથી પણ ઘણું શીખશ.
બહેનજીને અપીલ છે કે તેઓ મારી તમામ ભૂલોને માફ કરીને ફરી પાર્ટીમાં કામ કરવાનો મોકો આપવામાં આવે, એટલા માટે હું સદા તેમનો આભારી રહીશ. સાથે જ હવે હું આગળ આવી કોઈપણ ભૂલ નહીં કરું, જેનાથી પાર્ટી અને બહેનજીના આત્મસન્માન અને સ્વાભિમાનને ઠેસ પહોંચે.’
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યા માફ
ત્યારબાદ માયાવતીએ તેમને માફ કર્યા છે. માયાવતીએ સોશિયલ મીડિયા X પર લખ્યું છે કે, ‘આકાશ આનંદ દ્વારા X પર આજે પોતાની ચાર પોસ્ટમાં જાહેરમાં પોતાની ભૂલો માનવા અને સીનિયર લોકોને પૂર્ણ આદર-સન્માન આપવાની સાથે પોતાના સસરાની વાતોમાં આગળ ન આવીને બસપા પાર્ટી અને મૂવમેન્ટ માટે જીવન સમર્પિત કરવાને ધ્યાને રાખીને તેમને વધુ એક મોકો આપવાનો નિર્ણય.
વધુમાં તેમણે લખ્યું હતું કે, આમ પણ હું સ્વસ્થ છું અને જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ રહીશ, માન્યવર કાંશીરામજીની જેમ પાર્ટી અને મૂવમેન્ટ માટે પૂરા જી-જાન અને તન્મયતાથી સમર્પિત રહીને કામ કરતી રહીશ. એવામાં મારા ઉત્તરાધિકારી બનાવવાનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. હું પોતાના નિર્ણય પર અડગ છું અને રહીશ.’
અત્રે ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ગત મહિને પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા હતા. આકાશને પાર્ટીથી કાઢવાનું કારણ તેમના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવને ગણાવ્યો હતો. માયાવતીએ X પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે, પાર્ટી અને મૂવમેન્ટની ભલાઈને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે.