વડોદરા,હાથીખાનામાં મારામારી કરતા બે વ્યક્તિઓને છોડાવવા પડેલા યુવકને એક આરોપીએ ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તાંદલજા એકતાનગર કાળી તલાવડી વિસ્તારમાં રહેતા હસનખાન હનિફખાન પઠાણ ડ્રાઇવિંગ કરે છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી તારીખે હું મારો ટેમ્પો લઇને હાથીખાના આવ્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યે શાહનવાઝ સુન્ની (રહે. ફાગવેલ નગર, ઇન્દિરાનગર બ્રિજની નીચે) તથા અહેમદ મહેબૂબખાન પઠાણ (રહે. સંજરી એપાર્ટમેન્ટ, તુલસીવાડી) અંદરો અંદર બોલાચાલી ઝઘડો કરતા હતા.