Chandrakant Khaire blames Shiv Sena UBT leader: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યૂબીટીમાં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. શિવસેના યૂબીટીના નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પાર્ટીના નેતા અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે, ‘ગયા વર્ષે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક પરથી હાર માટે દાનવે જવાબદાર છે.
આ પણ વાંચો : મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
‘લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે દાનવે જવાબદાર’
મરાઠવાડા વિસ્તારના દિગ્ગજ રાજનેતાએ કહ્યું કે, ‘તેમણે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બે વાર MLC દાનવેની ફરિયાદ કરી હતી. લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે તેઓ જવાબદાર છે. ઠાકરેએ આ અંગે કેટલાક નિર્ણયો લેવા પડશે. શિવસૈનિકોને લાગે છે કે તેઓ એડજેસ્ટમેન્ટ કરે છે.’
સલાહ લીધા વિના ટિકિટનું વિતરણ કરાયું : ચંદ્રકાંત ખૈરે
ઔરંગાબાદમાં ચાર વખત સાંસદ રહી ચૂકેલા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે, ‘તેમણે મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડામાં શિવસેનાને ઉભી કરવા માટે સખત મહેનત કરી છે, ત્યા સુધી કે જેલમાં પણ ગયા હતા. તેમણે દાવો કરતાં કહ્યું કે, ‘એપ્રિલ-મે 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન તેમની સલાહ લીધા વિના ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને છ મહિના પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લામાં પાર્ટીનો એક પણ ઉમેદવાર ન જીત્યો. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં અડધો ડઝન વિધાનસભા મતવિસ્તાર છે.
આ અંગે અંબાદાસ દાનવેનું શું કહેવું છે?
ખૈરેની આ નિવેદન બાદ તેના પર પ્રતિક્રિયા આપતાં અંબાદાસ દાનવેએ કહ્યું કે, ‘પૂર્વ સાંસદ એક વરિષ્ઠ નેતા છે અને કોઈપણ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. છત્રપતિ સંભાજીનગરના બે વરિષ્ઠ શિવસેના યૂબીટીના નેતાઓ વચ્ચેના અણબનાવ વિપક્ષી પક્ષ માટે સારો સંકેત માનવામાં આવતો નથી.’
આ પણ વાંચો :‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન
…પરંતુ, ઠાકરેએ મારા બદલે ખૈરેને પસંદ કર્યા’
મરાઠવાડાનું પ્રવેશદ્વાર માનવામાં આવતો આ જિલ્લો એક સમયે અવિભાજિત શિવસેનાનો ગઢ હતો. જોકે, ખૈરે વર્ષ 2019 અને 2024 એમ બે વાર લોકસભા બેઠક હારી ગયા. દાનવે ગયા વર્ષે છત્રપતિ સંભાજીનગરથી લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા, પરંતુ ઠાકરેએ તેના બદલે ખૈરેને પસંદ કર્યા હતા. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તારૂઢ શિવસેનાના સંદીપન ભુમારે છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક જીતી હતી.