Murshidabad Violence : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં ભયાનક હિંસા થયા બાદ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સલામતી દળો તહેનાત કરવામાં આવી છે. આ ઉપારંત બીએસએફના પૂર્વ કમાન્ડના એડીજી રવિ ગાંધી માલદા અને મુર્શિદાબાદની બે દિવસનીય મુલાકાત પર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં અને શાંતિપૂર્ણ છે. સરહદ પારથી કોઈપણ ઘૂસણખોરી થઈ નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં પર ડર યથાવત્ છે.
મુર્શિદાબાદમાં બીએસએફની 9 કંપનીઓ તહેનાત
મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે માટે બીએસએફ રાજ્ય પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. એડીજી રવિ ગાંધીએ શમશેરગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ અને બીએસએફ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, હાલ મુર્શિદાબાદમાં બીએસએફની 9 કંપનીઓ તહેનાત છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ડર તો છે. રાજ્ય પોલીસ અને બીએસએફ મળીને કામ કરી રહી છે. એડીજી રવિ ગાંધી માલદા અને મુર્શિદાબાદની બે દિવસની મુલાાતે છે. તેઓ હિંસાગ્રસ્ત વિસ્તારો સુતી, સમશેરગંજ, જંગીપુરની મુલાકાત કરવાના છે અને જે સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ તહેનાત છે, ત્યાં સમીક્ષા કરવાના છે.
આ પણ વાંચો : ‘મારા માટે શરીયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી
સ્થિતિ સામાન્ય, 210 લોકોની ધરપકડ
રાજ્ય પોલીસના અધિક મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે સોમવારે કહ્યું હતું કે, ‘સ્થિતિ શાંતિર્ણ છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પહેલા કરતા સ્થિતિ કાબુમાં છે અને વિસ્તારોમાં દુકાનો પણ ખુલવાની શરૂ થઈ ગઈ છે. જે લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા હતા, તેઓ પરત ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 પરિવારો પરત ફર્યા છે. હિંસાની ઘટનાઓમાં કુલ 210 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હિંસામાં ત્રણ લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં વક્ફ સંશોધન બિલ મુદ્દે થયેલા દેખાવોમાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેખાવો દરમિયાન કેટલાક લોકોએ પોલીસના વાહનો સહિત અનેક વાહનોમાં આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. મુર્શિદાબાદના સુતી, ધુલિયાન, શમશેરગંજ અને જંગીપુર વિસ્તારોમાં શુક્રવારે સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. જોકે હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
આ પણ જુઓ : VIDEO-કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ