(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાત સરકારના અંધેર વહિવટ અને કાયદો વ્યવસ્થાની અંધેર નગરી જેવી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડમી ખેડૂત બનવાના એક કેસમાં ડમી ખેડૂત સામે નહીં પણ જેની જમીન છે તેવા ખેડૂત સામે પગલાં લેવા આદેશ જારી કરાયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે વાસુદેવ નાથાલાલ શુક્લની જમીનમાં ગેરકાયદે ખેડૂત ખાતેદાર તરીકે ડિશમાન ફાર્માના માલિકે જન્મેજય રજનિકાન્ત વ્યાસે ઘૂસ મારી તેની સરકારને જાણ કેમ ન કરી તેમ જણાવીને વાસુદેવા નાથાલાલ શુક્લની જમીન શ્રીસરકાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણોતધારાની કલમ ૬૩(૧) અને તેની પેટા કલમોનો ભંગ થયો હોવાનું જણાવીને જમીન શ્રીસરકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. મામલતદાર વી.જે. જિડે જમીન શ્રીસરકાર કરવા હુકમ કર્યો છે.
સાણંદ જિલ્લા પ્રાન્તના કલેક્ટરે પણ જન્મેજય વ્યાસ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું સ્વીકાર્યું છે, તેની વિરુદ્ધ અરજી સ્વીકારાઈ પણ પગલા હજી લેવાયા નથીે
ઉલ્લેખનીય છે કે, ૧૯૯૦માં વાસુદેવ નાથાલાલ શુક્લ મૃત્યુ પામ્યા ત્યારબાદ તેમની વારસાઈ કરાવવા માટ તેમના ભાઈ ભગવત પ્રસાદ, અરુણ કુમાર અને કૃષ્ણકુમાર ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમની જમીનમાં તો ૧૯૯૦ પહેલા જ ડિસમાન ફાર્માના માલિક જન્મેજય વ્યાસ ખેડૂત ખાતેદાર તરીકે ઘૂસ મારી ચૂક્યા હતા. મોડાસરની બ્લોક નંબર ૬૨૪ની ૮૦૯૪ મીટર જમીનમાં જન્મેજય વ્યાસનું નામ ચઢાવી દેવામાં આવ્યું હતું. મહેસુલ પંચમાં કરવામાં આવેલી અરજીમાવ્દાવો કરાયો છે કે, જન્મેજય વ્યાસે તે સમયના તલાટીની મિલીભગતમાં આ કૌભાંડ આચર્યું હતું. જોકે હજી સુધી જન્મેજય વ્યાસ સામે કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનું પણ ફરિયાદ પક્ષનું કહેવું છે. જન્મેજય વ્યાસ પાસે આજ સુધી પેઢી નામું પણ માગવામાં ન આવ્યું હોવાનું ફરિયાદીનું કહેવું છે.
જન્મેજયનું નામ ખાતેદાર તરીકે દૂર કરવા દરમિયાન ખેડૂતની બહેનનું નામ પણ કમી કરાયું
ત્યારબાદ ૧૯૯૬માં જન્મેજય રજનિકાન્ત વ્યાસે વાસુદેવા નાથાલાલ વ્યાસની જમીનમાાંથી ખેડૂત તરીકેનું પોતાનું નામ કઢાવી નાખ્યું હતું. તેમનું નામ કઢાવતી વખતે વાસુદેવ નાથાલાલ શુક્લના બહેન કુન્દનબહેનનું નામ પણ ભૂલમાં કઢાવી નાખ્યું હતું. વાસુદેવ શુક્લના ભાઈઓ અને વારસદારોને આ હકીકતની જાણ થતાં તેમણે મોડાસર ગામના તલાટી કમ મંત્રીને મળીને તેમની પાસેના તમામ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તલાટીએ તેમનું નામ ખાતામાં ચઢાવી આપવાની ખાતરી પણ આપી હતી. બીજી ફેબુ્રઆરી ૧૯૯૫ના વારસાઈ નોંધ નંબર ૨૯૦૭ પાડી હતી. પરંતુ તલાટી કમ મંત્રીએ વારસાઈ અંગેની તે નોંધ વાસુદેવ શુક્લના વારસદારોને આપી નહોતી. ૧૯૯૬માં તેમને નોંધ આપી ત્યારે તેમાં જન્જય રજનિકાન્ત વ્યાસ અને વાસુદેવ શુક્લની દીકરી તરીકે ભદ્રાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. આ તબક્કે વાસુદેવ શુક્લના વારસદારોએ કહ્યું હતું કે જન્મેજય વ્યાસ કે પછી ભદ્રાબેન સાથે તેમને કોઈ જ સંબંધ નથી. આ તબક્કે તલાટી કમ મંત્રીે ભૂલથી આ નામ ખાતામા ચઢી ગયા હોવાનું સ્વીકારી જન્મેજય વ્યાસનું નામ કઢાવી આપવાની ખાતરી આપી હતી. આ મુદ્દે પોલીસ ફરિયાદ ન કરવા તલાટી કમ મંત્રીે જણાવ્યું હતું.
૧૯૯૫ની વારસાઈ સામે અપિલ કરાઈ પણ પગલાં લેવાયા નથી
વીરજી મંગાજી પટેલ સાથે અન્ય કોઈ જમીનને મુદ્દે વિવાદ થતાં વીરજી મંગાજીએ જન્મેજય વ્યાસ ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો આક્ષેપ કરીને૩૦મી જૂન ૧૯૯૫ની વારસાઈ ફેરફાર નોંધ સામે અપીલ કરી હતી. જન્મેજય વ્યાસ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમની ખેડૂત ખાતેદાર તરીકેની એન્ટ્રી રદ કરવાની માગણી વીરજી મંગાજીએ નાયબ કલેક્ટર સાણંદ પ્રાન્તની કોર્ટમાં કરી હતી. આ કેસના અનુસંધાનાં સાણંદ પ્રાન્તના નાયમ કલેક્ટરે જન્મેજય વ્યાસ ખોટા વારસદાર તરીકે દાખલ થયા હોવાનું જણાવીને વીરજી મંગાજીની અરજીને ગ્રાહ્ય રાખી છે. આગાણ મામલતદારે સાણંદનો નિર્ણય રદબાતલ ઠરાવીને નોંધ નંબર ૨૯૦૭ નામંજૂર કરી છે. આ નોંધ સામે નવેસરથી કોઈ જ નિર્ણય લેવાનો થતો ન હોવાનું જણાવીને અગાઉ નોંધને નામંજૂર કરવાના નિર્ણયને જ માન્ય રાખ્યો હતો.