વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં મોડીરાતે એક પીધેલાએ ભારે ધાંધલ મચાવી હતી અને પોલીસ સાથે પણ ચડભડ કરી હતી.
ડેરીડેન સર્કલ પાસે રસ્તા પર સ્કૂટર ઉભું રાખી બૂમાબૂમ કરતા યુવકને સયાજીગંજ પોલીસે નામ પૂછતાં તેણે નામ આપવાનો ઇનકાર કર્યો હતો.જેથી તેને પોલીસ સ્ટેશને લવાયો હતો.જ્યાં તેણે પોકો સંદિપભાઇ સાથે ધક્કામુક્કી કરી ગેરવર્તણૂક કરી હતી.
પોલીસે તેના પિતાને ફોન કરી બોલાવતાં તેનું નામ વિશ્વેશ ઉર્ફે વિશુ કનૈયાલાલ માછી (યોગી સોસાયટી,મહેશ કોમ્પ્લેક્સ પાસે, વાઘોડિયારોડ) હોવાનું ખૂલ્યું હતું.