(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
શાકભાજી અને પ્રોટીનવાળા ઉત્પાદનોની કીંમંતમાં ઘટાડાને
કારણે રીટેલ ફુગાવો માર્ચમાં સામાન્ય ઘટીને લગભગ છ વર્ષના નિમ્ન સ્તર ૩.૩૪ ટકાએ
આવી ગયો છે. આ અગાઉ ઓગસ્ટ,
૨૦૧૯માં ૩.૨૮ ટકાના સ્તરે હતું.
રીટેલ ફુગાવો ચાર ટકાથી ઓછો રહેતા આરબીઆઇ સળંગ ત્રીજી વખત
વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ
(સીપીઆઇ) આધારિત ફુગાવો ફેબુ્રઆરીમાં ૩.૬૧ ટકા હતો જ્યારે ગયા વર્ષે માર્ચમાં ૪.૮૫
ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં
આવેલા ડેટા અનુસાર માર્ચમાં રિટેલ ખાદ્યાન્ન ફુગાવો ૨.૬૯ ટકા રહ્યો છે. જે
ફેબુ્રઆરીમાં ૩.૭૫ ટકા અને માર્ચ,
૨૦૨૪માં ૮.૫૨ ટકા હતો.
આજે રીટેલ ફુગાવાની સાથે જથ્થાબંધ ફુગાવાના આંકડા પણ જાહેર
કરવામાં આવ્યા હતાં. માર્ચમાં જથ્થાબંધ ફુગાવો ૨.૦૫ ટકા રહ્યો છે. માર્ચમાં
શાકભાજી,. બટાકા
અને અન્ય ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ ઘટયા છે.
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત જથ્થાબંધ ફુગાવો
ફેબુ્રઆરીમાં ૨.૩૮ ટકા રહ્યો છે. જે ગયા વર્ષે માર્ચમાં ૦.૨૬ ટકા હતો.
ચાર મહિના પછી ભારતની નિકાસ ભારતની નિકાસમાં વધારો થયો છે.
માર્ચમાં ભારતની નિકાસ ૦.૭ ટકા વધીને ૪૧.૯૭ અબજ ડોેલર રહી છે. વાણિજય મંત્રાલય
દ્વારા જારી આંકડા અનુસાર માર્ચમાં આયાત ૧૧.૩ ટકા વધીને ૬૩.૫૧ અબજ ડોલર રહી છે. જે ચાર મહિનાની ઉચ્ચ સપાટી છે.
માર્ચમાં વેપાર ખાધ વધીને ૨૧. ૫૪ અબજ ડોલર રહી છે.