અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025
અમદાવાદમાં ટ્રાફિક જંકશનો ઉપર વધતા જતા ૪૦૦ટ્રાફિકના જંકશનને
ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ આધારીત કરાશે.એક વખત ગ્રીન સિગ્નલ
મળ્યા પછી આગળના ટ્રાફિક જંકશન ઉપર પણ ગ્રીન સિગ્નલ મળશે.એ.આઈ.ટેકનોલોજીનો ઉપયોગ
કરીને ટ્રાફિક સિગ્નલોની કાર્યક્ષમતામાં સુધારો કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં
આવેલા ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ
અમલમાં મુકવા કાર્યવાહી શરુ કરી છે.એ.આઈ.ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ સિગ્નલોને
સેન્ટ્રલ સર્વર સાથે જોડાશે.એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અંતર્ગત જુદી જુદી
સિસ્ટમો જેવી કે વ્હીકલ ડીટેકશન સેન્સર,
ઈન્ટેલીજન્ટ એન્ડ કનેકટેડ એટીસીએસ કંટ્રોલર, કોમ્યુનિકેશન નેટવર્ક,
સેન્ટ્રલ સર્વર સાથે જંકશન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિ ઉપરાંત કોરિડોર અને
વિસ્તારની પરિસ્થિતિ વગેરેને સંકલિત કરાશે.જેથી ટ્રાફિકની સ્થિતિ ઉપર વાસ્તવિક
સમયનો ડેટા પુરો પાડી ટ્રાફિકની સ્થિતિ
જાણી શકાશે.એટીસીએસ આધારીત સિગ્નલ ફંકશનમાં મુકવા જરુરી સર્વે કરી ડીટેઈલ પ્રોજેકટ
રીપોર્ટ તૈયાર કરવા KPMG
ADVISORY SERVICESપ્રા.લી.ની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક કરાઈ છે.
આ ટેકનોલોજીથી કયા લાભ થશે?
૧. ટ્રાફિક સિગ્નલોની કાર્યક્ષમતા વધશે,સિગ્નલો ઉપર ઉભા
રહેવાનો સમય ઘટશે.
૨.સિગ્નલો સિન્ક્રોનાઈઝ હોવાથી ઝડપી પરિવહન શકય બનશે.
૩.ઈંધણ,બળતણનો
વપરાશ ઘટશે, અકસ્માત
ઘટશે.
૪.ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં સરળતા રહેશે.
૫.એમ્બ્યુલન્સ કે ઈમરજન્સી વાહનોને ગ્રીન કોરિડોર મળી
રહેશે.
૬.વી.આઈ.પી.મુવમેન્ટમાં સરળતા રહેશે,એર તથા નોઈસ
પોલ્યુશન ઘટશે.