Kunal Kamra Controversy: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓએ મુંબઈના હેબિટેટ સ્ટુડિયો પર કાર્યવાહી હાથ ધરી છે. આ સ્ટુડિયોનો એક હિસ્સો તોડી પડાયો છે. આ સ્ટુડિયોમાં જ કામરાનો વિવાદિત શૉ થયો હતો, જેમાં તેણે શિંદેને ગદ્દાર કહેતા મામલો ગરમાયો હતો.
આ વિવાદ બાદ હેબિટેટ સ્ટુડિયોએ નિવેદન જાહેર કરી અસ્થાયી ધોરણે સ્ટુડિયો બંધ કર્યો હતો.