Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં અનોખી પ્રેમ કહાની સામે આવી છે. સાસુ-જમાઈની લવ સ્ટોરીની ઘટના સામે આવી છે. જેમાં દીકરીના લગ્નના દિવસે જ માતા જમાઈ સાથે દાદો પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, જેમની સાથે ભાગી છું એમની સાથે રહીશ. મહિલાએ કહ્યું કે, ‘હવે પાછળ કાઈ નથી રહ્યું, મારા પતિ બાળકો સાથે રહેશે અને હું જમાઈ સાથે.’
‘પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે…’
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સપના દેવી નામની મહિલા પોતાના જમાઈ સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પોતાના જમાઈ રાહુલ સાથે દાદો પોલીસ સ્ટેશન પહોંચી હતી. સપના દેવીએ જણાવ્યું હતું કે, ‘હું ફક્ત 200 રૂપિયા અને મોબાઈલ ફોન લઈને ઘરેથી નીકળી હતી. મારો પતિ જીતેન્દ્ર દારૂ પીધા પછી મને માર મારતો હતો, પૈસા પણ આપતો ન હતો અને મારી દીકરીના ભાવિ જમાઈ સાથે સંબંધ હોવાની શંકા કરતો હતો. જેથી કંટાળીને હું રાહુલ સાથે પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું છે.’
સપના દેવીએ ઘરેણાં અને પૈસા લઈને ભાગી જવાના આરોપોને પણ ખોટા ગણાવ્યા અને કહ્યું કે, તેમણે કંઈ લીધું નથી. રાહુલે કહ્યું કે, સપના દેવી સાથે અલીગઢથી કાસગંજ, બરેલી, મુઝફ્ફરપુર થઈને નેપાળ સરહદ પર પહોંચ્યા હતા. પરંતુ સમાચાર વાઈરલ થતાં જ બંને પાછા ફર્યા હતા.
આ પણ વાંચો: ‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત
મહિલાનું કહેવું છે કે, ‘અમને ખબર હતી કે પોલીસ અમારો પીછો કરી રહી છે. એટલા માટે અમે જાતે જ સરેન્ડર કર્યુ હતું. હું કોઈપણ કિંમતે રાહુલ સાથે રહેવા માગુ છું અને તેની સાથે જ લગ્ન કરીશ.’ જ્યારે સમગ્ર મામલે પોલીસે બંનેના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.