Cancer Stricken Property Dealer kuldeep Tyagi : ગાઝિયાબાદના નંદગ્રામમાં આવેલી રાધા કુંજ કોલોનીમાં બુધવારે સવારે 11 વાગે કેન્સરથી પીડિત એક પ્રોપર્ટી ડીલરે તેની પત્નીને તેની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એ પછી તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
આ પણ વાંચો : આગામી સપ્તાહે ભારત આવશે અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, PM મોદી સાથે કરશે મુલાકાત
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે, આ ઘટનાનું કારણ મને પોતાને કેન્સરની બીમારી છે. માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
પાંચ મહિના પહેલા થયા હતા મોટા દીકરાના લગ્ન
મૂળ મેરઠના બિજૌલીના રહેવાસી ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયેલા ચંદ્ર સ્વરૂપ ત્યાગી રાધા કુંજ કોલોનીમાં રહેતા હતા. અને તેની બાજુના ઘરમાં તેમનો એકમાત્ર પુત્ર પ્રોપર્ટી ડીલર કુલદીપ ત્યાગી તેમની પત્ની અંશુ ત્યાગી અને બે પુત્રો સાથે રહેતા હતા. પાંચ મહિના પહેલા જ તેમના મોટા દીકરાના લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ
‘અમે હંમેશા સાથે રહેવાના શપથ લીધા છે’
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી હતી, જેમા તેમણે લખ્યું હતું કે, ‘હું કુલદીપ ત્યાગી કેન્સરથી પીડિત છું, જોકે તેના વિશે મારા પરિવારજનોને હજુ સુધી જાણતા નથી. હું નથી ઇચ્છતો કે મારી સારવાર પાછળ પૈસા ખર્ચાય અને છતાં પણ હું બચી શકવાનો નથી. તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. હું મારી પત્નીને પણ મારી સાથે લઈ જઈ રહ્યો છું, કારણ કે અમે હંમેશા સાથે રહેવાના શપથ લીધા છે. તેમજ આ બધુ હું મારી મરજીથી કરી રહ્યો છું, આમાં કોઈનો કોઈ વાંક નથી. ખાસ કરીને મારા બાળકો તેઓ ખૂબ સારા છે.’