– ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાની ઘટના
– દીકરીના લગ્ન પહેલા ઘરેણા અને પૈસા લઈને ભાગી ગયા હોવાના આરોપ લાગ્યા હતા
લખનઉ : અલીગઢ જિલ્લાની અનોખી પ્રેમ કહાણી પોલીસ સ્ટેશને પહોચી છે. દીકરીના લગ્નના દિવસે સાસુ સપના દેવી તેના ભાવિ જમાઈ રાહુલ સાથે દાદોન પોલીસ સ્ટેશન પહોચી હતી. તેણે ખુલ્લેઆમ કહ્યું કે, મારા પતિ તેમના બાળકો સાથે રહેશે અને હું રાહુલ સાથે રહીશ.
સપના દેવીએ ઘરેથી ઘરેણા અને પૈસા લઈને ભાગી હોવાની વાતને ખોટી ગણાવીને કહ્યું કે, તે ફક્ત ૨૦૦ રૂપિયા અને એક મોબાઈલ ફોન લઈને ઘરેથી નીકળી હતી. તેનો પતિ તેને દારૂ પીધા બાદ માર મારતો હતો અને પૈસા આપતો નહતો.
આ સાથે જ ભાવિ જમાઈ સાથે સંબંધ હોવાની શંકા કરતો હતો. આનાથી કંટાળીને તેણે રાહુલ સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું છે. રાહુલે કહ્યું કે, તે સપના સાથે અલીગઢથી કાસગંજ, બરેલી, મુઝફ્ફરપુર થઈને નેપાળ સરહદ પર પહોચ્યો હતો. પરંતુ, સમાચાર વાયરલ થતા બંને પાછા ફર્યા હતા.