Notice to Rahul Gandhi from Sambhal Adj Court: ઉત્તર પ્રદેશના સંભલની સાંસદ-ધારાસભ્ય કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન પર નોટિસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા અથવા તો પોતાનો જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
જાણો શું છે મામલો
હિન્દુ શક્તિ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સિમરન ગુપ્તાની અરજી પર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ II) નિર્ભય નારાયણ સિંહે આ આદેશ આપ્યો છે. અરજીકર્તાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ 15 જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું કે, ‘અમારી લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નથી પરંતુ ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે.