Jamnagar : જામનગર શહેરમાં ક્રિકેટના સટ્ટાખોરોને પકડવા માટે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે ગઈકાલે સાંજે ગુરુદ્વારા ચોકડી પાસે વધુ એક વેપારી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો છે.
જામનગરના નાગેશ્વર રોડ પર સિધ્ધનાથ એપાર્ટમેન્ટમાં રહેતો ધર્મેશ મહેન્દ્રભાઈ ભીંડોરા નામનો વેપારી યુવાન ગુરુદ્વારા નજીક આવેલી એક દુકાન પાસે જાહેરમાં ઊભા રહીને પોતાના મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
જેની પૂછપરછ દરમીયાન તેને રાજકોટના જીગ્નેશ કારિયા નામના શખ્સ દ્વારા ક્રિકેટની આઈડી અપાઇ હોવાનું જણાવ્યું હતું જેથી તેને ફરાર જાહેર કરાયો છે.