Etawah Mohit yadav Suicide Case : ઉત્તર પ્રદેશના ઈટાવામાં એન્જિનિયર મોહિત યાદવને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં મોહિતે કહ્યું કે, ‘કાશ! છોકરાઓ માટે પણ કોઈ કાયદો હોત… ‘ તેણે તેની પત્ની પર ગર્ભપાત કરાવવાનો અને દહેજના ખોટા આરોપ લગાવવાની ધમકી આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : સત્તા માટે વારંવાર પલટી મારે છે નીતિશ કુમાર, PM મોદીના સ્પેશિયલ પેકેજનું શું થયું?: ખડગે
હકીકતમાં શુક્રવારે રાત્રે રેલ્વે સ્ટેશન નજીક આવેલી જોલી હોટેલના રૂમ નંબર 101 માં દોરડાથી લટકતી હાલતમાં મળી આવેલા ઔરૈયા જિલ્લાના એન્જિનિયર મોહિત યાદવના આત્મહત્યા કેસમાં પોલીસને મૃતકના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળ્યો છે. આત્મહત્યા કરતા પહેલા મોહિતે રેકોર્ડ કર્યો હતો જેમાં તે કહી રહ્યો છે કે,’ મારી પત્ની પ્રિયા યાદવ અને સાસરિયાઓના માનસિક ત્રાસને કારણે હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું.’
વીડિયોમાં મોહિત એમ પણ કહી રહ્યો છે કે, ‘કાશ છોકરાઓ માટે કાયદો હોત તો, હું આ પગલું ન ભરત.’ વીડિયોમાં તેણે પોતાનું દર્દ અને યાતના વ્યક્ત કરી અને કહ્યું કે, જ્યારે તમને આ વીડિયો મળશે, ત્યારે હું આ દુનિયા છોડીને જતો રહ્યો હોઈશ. મમ્મી-પપ્પા, મને માફ કરજો, હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શક્યો.
પત્ની પર લગાવ્યો હતો આરોપ
વીડિયોમાં મોહિતે એમ પણ કહ્યું હતું કે, ‘મારી પત્નીનું બિહારના સમસ્તીપુર જિલ્લામાં શિક્ષકની નોકરીમાં પસંદગી થઈ ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી. નોકરી મળતાં મારા સાસરિયાઓએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. અને તેના ઘરેણાં પણ છીનવી લીધા હતા. આ ઉપરાંત મારી પત્ની મારા પર ઘર અને મિલકત તેના નામે કરવા માટે મને દબાણ કરી કરતી હતી અને ઇનકાર કરવા પર તેણે આખા પરિવારને ખોટા દહેજના આરોપોમાં ફસાવવાની ધમકી આપી હતી.’
તેણે એમ પણ કહ્યું કે, ‘અમે બંનેએ કોઈપણ માંગણી વિના પરસ્પર અમારી મરજીથી લગ્ન કર્યા હતા, અમે સાત વર્ષથી રિલેશનશિપમાં હતા, પત્નીના પિતા મનોજ કુમારે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી, પત્નીના ભાઈએ મને મારી નાખવાની ધમકી આપી.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ
પત્નીએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું
મારી પત્ની મારી સાથે રહેતી વખતે મને માનસિક ત્રાસ આપવા લાગી, તેની બહેન પણ આમાં તેને સાથ આપતી હતી. લગભગ બે મિનિટ લાંબા આત્મહત્યાના વીડિયોમાં મનોજે ન્યાય માટે વિનંતી કરતાં કહ્યું કે, ‘જો મૃત્યુ પછી પણ મને ન્યાય ન મળે તો મારી અસ્થિઓને ગટરમાં ફેંકી દેજો.’ પોતાના છેલ્લા શબ્દોમાં તેણે કહ્યું, ‘મમ્મી, પપ્પા, કૃપા કરીને મને માફ કરો. હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શક્યો નહીં.’
પોલીસે મોબાઇલ ફોન કબજે કર્યો
હાલમાં પોલીસે રૂમમાંથી મળેલો મોબાઈલ, વીડિયો અને દસ્તાવેજો કબજે કર્યા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે. મોહિતના શરીરનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ વીડિયો અને નિવેદનોના આધારે આત્મહત્યા પાછળના કારણોની પુષ્ટિ કરી રહી છે. અને સંબંધીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.