PM Modi on Saudi Arabia visit: દેશના તમામ મુસ્લિમ સંગઠનો હાલમાં વકફ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી તેમના બે દિવસીય રાજકીય પ્રવાસ પર સાઉદી અરબ પહોંચ્યા છે. સાઉદી અરેબિયા પહોંચતા જ 21 તોપોની સલામી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ
PM @narendramodi tweets, “Landed in Jeddah, Saudi Arabia. This visit will strengthen the friendship between India and Saudi Arabia. Eager to take part in the various programmes today and tomorrow.” pic.twitter.com/aZV9V5o9dh
— DD India (@DDIndialive) April 22, 2025
વકફ કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને સાઉદી યાત્રા પર કટાક્ષ કર્યો હતો. મંગળવારે મંચ પરથી બોલતાં તેમણે કહ્યું કે, માશાલ્લાહ, પીએમ મોદી હવેસાઉદી અરેબિયા ગયા છે, ત્યાં મોહમ્મદ બિન સલમાનને ‘યા હબીબી, યા હબીબી’ બોલીને મળશે અને ભારતમાં આવીને કહેશે કે, તેમના કપડાં જોઈને ઓળખો.