Mehul Choksi PNB Loan Fraud Case : દેશની સરકારી બેન્કમાં 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર મેહુલ ચોક્સીની થોડા દિવસ પહેલા બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી અને ભાગેડુને બેલ્જિયમની કોર્ટે ઝટકો આપી જામીન અરજી ફગાવી દીધી છે. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ચોક્સની જામીન અરજી પર વિસ્તારથી દલીલો સાંભળી હતી, ત્યારબાદ કોર્ટે ચોક્સીની જામીન અરજી રદ કરી દીધી છે.
‘મારી તબિયત સારી નથી, તેથી મને જામીન મળવા જોઈએ’
મેહુલ ચોકસીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘મારી તબિયત સારી નથી, તેથી મને જામીન મળવા જોઈએ. હું મારા પરિવાર સાથે રહેવા માંગું છું.