મુંબઈ : અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સની ભારતની મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલમાં પોઝિટીવ ડેવલપમેન્ટ થયાના અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા પ્રોત્સાહનો આપવા તૈયાર થયાના સંકેતની પોઝિટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. એડવાન્ટેજ ભારતને ધ્યાનમાં લઈને વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત શેરોમાં ખરીદદાર બનતાં અને ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસથી મહારથીઓ, ઓપરેટરો, લોકલ ફંડો પણ સક્રિય લેવાલ બની જતાં તેજી આક્રમક બની હતી. ફંડોએ આજે એફએમસીજી, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં ખરીદી કર્યા સાથે પસંદગીના કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. સેન્સેક્સ ૧૮૭.૦૯ પોઈન્ટ વધીને ૭૯૫૯૫.૫૯ અને નિફટી ૫૦ સ્પોટ ૪૧.૭૦ પોઈન્ટ વધીને ૨૪૧૬૭.૨૫ બંધ રહ્યા હતા.
એફએમસીજી ઈન્ડેક્સ ૩૮૨ વધ્યો : આઈટીસી, હિન્દ. યુનિલિવર, ટીઆઈ, વાડીલાલ, બલરામપુરમાં તેજી
એફએમસીજી શેરોમાં આજે ફંડોએ ફ્રન્ટલાઈન શેરોની આગેવાનીએ મોટી ખરીદી કરી હતી. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૮૨ પોઈન્ટ વધીને ૨૦૭૮૬.૬૩ બંધ રહ્યો હતો. ટીઆઈ રૂ.૩૭.૩૦ ઉછળીને રૂ.૨૯૭.૩૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૭૮.૨૫ ઉછળી રૂ.૭૧૪૪.૩૫, અવધ સુગર રૂ.૪૦.૭૫ વધીને રૂ.૫૬૨, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૩૨૩.૭૫, બલરામપુર ચીની રૂ.૨૮.૫૦ વધીને રૂ.૫૯૪.૩૦, દ્વારકેશ સુગર રૂ.૧.૯૦ વધીને રૂ.૪૩.૪૯, બજાજ હિન્દુસ્તાન ૯૦ પૈસા વધીને રૂ.૨૦.૮૨, કોલગેટ પામોલીવ ઈન્ડિયા રૂ.૧૧૩.૬૦ વધીને રૂ.૨૬૫૬.૮૦, ઉત્તમ સુગર રૂ.૧૧.૩૦ વધીને રૂ.૩૦૩.૩૫, પરાગ મિલ્ક રૂ.૬.૯૦ વધીને રૂ.૧૯૨.૪૦, આઈટીસી રૂ.૧૦.૯૦ વધીને રૂ.૪૩૩.૭૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૪૯.૧૦ વધીને રૂ.૨૩૯૯.૧૦, ટેસ્ટી બાઈટ રૂ.૨૦૫.૭૦ વધીને રૂ.૮૬૪૦, મેરિકો રૂ.૧૪.૫૫ વધીને રૂ.૭૦૯.૬૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં વેલ્યુબાઈંગ : એચડીએફસી બેંક, કોટક બેંક, કેફિનટેક, ૩૬૦વન, મોતીલાલ ઓસ્વાલમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ સતત વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૮૫.૪૫ પોઈન્ટ વધીને ૬૩૮૦૬.૭૫ બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક રૂ.૩૪.૩૫ વધીને રૂ.૧૯૬૧.૯૦, કેનેરા બેંક રૂ.૧.૬૨ વધીને રૂ.૧૦૦.૬૨, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૫ વધીને રૂ.૨૨૬૭.૫૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૬૦ વધીને રૂ.૨૫૨.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૮૫ વધીને રૂ.૮૨૨.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૬૦ વધીને રૂ.૧૪૧૬ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં કેફિનટેક રૂ.૮૪.૭૦ વધીને રૂ.૧૨૮૫.૨૫, ૩૬૦વન રૂ.૫૯.૭૦ વધીને રૂ.૧૦૧૩.૪૦, પૈસાલો રૂ.૨ વધીને રૂ.૩૫.૨૪, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૮.૮૦ વધીને રૂ.૭૨૪.૩૦, જે એન્ડ કે બેંક રૂ.૫.૬૮ વધીને રૂ.૧૧૩.૨૩, યુટીઆઈ એએમસી રૂ.૩૪.૮૦ વધીને રૂ.૧૧૦૬.૭૫, આઈઆઈએફએલ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૩૬૬.૬૦ રહ્યા હતા.
ડિક્સન ટેકનોલોજી રૂ.૮૪૭ ઉછળી રૂ.૧૬,૬૭૦ : ક્રોમ્પ્ટન, વોલ્ટાસ, વ્હર્લપુલ, હવેલ્સમાં આકર્ષણ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો, મહારથીઓની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૨૫.૮૩ પોઈન્ટ વધીને ૫૮૭૩૬.૯૩ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૮૪૭.૧૫ વધીને રૂ.૧૬,૬૭૦.૭૦, ક્રોમ્પ્ટન રૂ.૧૩.૯૫ વધીને રૂ.૩૫૨.૯૫, વોલ્ટાસ રૂ.૨૫.૬૫ વધીને રૂ.૧૩૪૪.૬૫, વ્હર્લપુલ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૧૧૧૧.૦૫, હવેલ્સ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૧૬૬૪.૭૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં આકર્ષણ વધ્યું : થાયરોકેર, મેક્સ હેલ્થ, આરપીજી લાઈફ, એનજીએલ લાઈફ વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી વધતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૫.૪૩ પોઈન્ટ વધીને ૪૨૨૮૫.૦૫ બંધ રહ્યો હતો. થાયરોકેર રૂ.૬૩.૫૦ વધીને રૂ.૭૯૪.૩૦, મેક્સ હેલ્થ રૂ.૫૬.૪૦ વધીને રૂ.૧૧૨૯, આરપીજી લાઈફ રૂ.૯૬.૧૦ વધીને રૂ.૨૨૭૩.૪૦, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૪૩.૮૫ વધીને રૂ.૧૧૪૪.૧૦, એનજીએલ ફાઈન રૂ.૩૯.૧૫ વધીને રૂ.૧૦૯૧, કિમ્સ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૬૮૩.૪૦, મેટ્રોપોલિસ રૂ.૪૪.૬૫ વધીને રૂ.૧૭૪૮.૨૦, થેમીસ મેડી રૂ.૩.૫૦ વધીને રૂ.૧૩૮.૫૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૨૧૦.૮૦ વધીને રૂ.૮૯૪૨.૩૫, લૌરસ લેબ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૬૫૧.૬૫, ગ્લેનમાર્ક રૂ.૨૪.૨૦ વધીને રૂ.૧૩૯૩.૨૦, મેદાન્તા રૂ.૨૧.૫૦ વધીને રૂ.૧૨૭૫.૬૫, પિરામલ ફાર્મા રૂ.૩.૭૫ વધીને રૂ.૨૨૪.૫૫ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં સિલેક્ટિવ તેજી : ફિનિક્સ રૂ.૭૨ વધી રૂ.૧૬૮૪ : બ્રિગેડ, ગોદરેજ, પ્રેસ્ટિજ વધ્યા
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ આજે સિલેક્ટિવ તેજી કરી હતી. ફિનિક્સ રૂ.૭૧.૬૦ વધીને રૂ.૧૬૮૩.૫૫, બ્રિગેડ રૂ.૩૪.૭૫ વધીને રૂ.૧૦૪૧.૩૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૫.૭૫ વધીને રૂ.૨૦૯૮.૭૦, પ્રેસ્ટિજ રૂ.૩૪.૪૦ વધીને રૂ.૧૩૦૧.૮૦, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૯૫ વધીને રૂ.૫૦૫.૭૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૧.૪૫ વધીને રૂ.૧૬૯૮.૫૦, શોભા ડેવલપર્સ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૨૭૦.૭૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૬૦.૮૨ પોઈન્ટ વધીને ૬૮૬૦.૭૮ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં આકર્ષણ : મહિન્દ્રા રૂ.૫૨ વધીને રૂ.૨૮૧૭ : ટીઆઈ, સુંદરમ, ભારત ફોર્જ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સતત બીજા દિવસે પસંદગીની તેજી રહી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૭.૧૨ પોઈન્ટ વધીને ૪૯૦૭૧.૪૫ બંધ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૦.૦૫ વધીને રૂ.૨૬૬૧, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૨.૩૫ વધીને રૂ.૨૮૧૭.૧૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૮.૩૦ વધીને રૂ.૯૨૪.૩૦, ભારત ફોર્જ રૂ.૯.૧૫ વધીને રૂ.૧૧૦૩.૦૫, એમઆરએફ રૂ.૯૪૦.૪૦ વધીને રૂ.૧,૨૭,૬૮૦.૬૦, બોશ રૂ.૧૯૯.૩૫ વધીને રૂ.૨૭,૯૮૦ રહ્યા હતા.
રેટગેઈન, ટાટા ટેક, ઝેગલ, ડિ-લિન્ક, રામકો સિસ્ટમ, ટાટા એલેક્સી વધ્યા : માસ્ટેક, ઈન્ફોસીસ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. રેટગેઈન રૂ.૨૦.૧૦ વધીને રૂ.૪૭૬.૫૦, ટાટા ટેકનોલોજી રૂ.૨૨.૧૫ વધીને રૂ.૭૦૫.૮૦, ઝેગલ રૂ.૧૦.૨૦ વધીને રૂ.૩૪૯.૮૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૩.૩૫ વધીને રૂ.૪૬૪.૪૫, રામકો સિસ્ટમ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૪૦૮, ટાટા એલેક્સી રૂ.૧૩૫ વધીને રૂ.૫૪૭૯.૫૫, સાસ્કેન રૂ.૩૦.૬૦ વધીને રૂ.૧૬૦૫.૯૫, પર્સિસ્ટન્ટ રૂ.૬૧.૯૦ વધીને રૂ.૪૯૬૨.૨૫, એમ્ફેસીસ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૨૪૦૩, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૧.૬૫ વધીને રૂ.૮૨૦૩.૧૫ રહ્યા હતા. જ્યારે માસ્ટેક રૂ.૭૧.૧૫ ઘટીને રૂ.૨૨૪૨.૯૦, સિએન્ટ રૂ.૩૪.૪૫ ઘટીને રૂ.૧૨૦૫.૬૫, ડાટામેટિક્સ રૂ.૧૪ ઘટીને રૂ.૬૦૭, ઈન્ફોસીસ રૂ.૨૮.૦૫ ઘટીને રૂ.૧૪૨૨.૪૦, વિપ્રો રૂ.૪.૨૫ ઘટીને રૂ.૨૩૪.૨૦, નેલ્કો રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૯૦૮.૬૦ રહ્યા હતા.
ફંડો, ખેલંદાઓની સક્રિયતાએ સ્મોલ, મિડ કેપ શેરોમાં જળવાયેલું આકર્ષણ : ૨૪૫૯ શેરો પોઝિટીવ બંધ
ફંડો, ખેલંદાઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી સક્રિય લેવાલ બની જતાં આજે પણ વ્યાપક ખરીદીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૫૯ અને ઘટનારની સંખ્યા ૧૫૨૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૩૭ લાખ કરોડ પહોંચી
શેરોમાં આજે સતત તેજીના પરિણામે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૫૨ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૩૭ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૧૨૯૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૮૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૧૨૯૦.૪૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૭૦૨.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૧૨.૦૯કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૮૮૫.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૫,૧૫૪.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૦૩૯.૭૯ કરોડની વેચવાલી કરી હતી.