Pahalgam Terrerist Attack : દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે પહલગામ હુમલાને લઈને બુધવારે (23 એપ્રિલ) કેન્દ્ર સરકારે અલગ અલગ મોટા નિર્ણયો લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે સિંધુ જળ સંધિ શું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થઈ શકે છે.