Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે આપણે સ્વીકારવું પડશે કે આતંકવાદનો એક ધર્મ છે અને તે ઈસ્લામ છે. તેમણે કહ્યું કે જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે, તેઓ હિન્દુ છે કે નહીં, ત્યારે શું આપણે હિન્દુઓના રક્ષણની ચિંતા કરીએ છીએ?
શંકરાચાર્યએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આતંકવાદી હુમલા પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકાર પર પ્રહારો કરી કહ્યું કે, આ સરકારો તેમની જવાબદારીથી ભાગી શકે નહીં. આતંકવાદીઓ પહેલગામમાં કેવી રીતે ઘૂસ્યા અને ટુરિસ્ટોને કેવી રીતે નિશાન બનાવ્યા? સુરક્ષિત કાશ્મીરના તમારા દાવા ક્યાં ગયા? કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં શાંતિના વચનોનું શું થયું?