Minor Girl Dead In Manipur: મણિપુરના ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલય શહેરમાં શુક્રવારે (21મી માર્ચ) રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બાળકી પર દુષ્કર્મ થયું છે અને તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે આ સાથે, અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.
શરીર પર ઈજાના નિશાન
પોલીસે જણાવ્યાનુસાર, ગુરુવારે (20મી માર્ચ) સાંજે બાળકી ગુમ થઈ ગઈ હતી, જેના પગલે પરિવારે તેની શોધ શરૂ કરી હતી.