Minor Girl Dead In Manipur: મણિપુરના ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલય શહેરમાં શુક્રવારે (21મી માર્ચ) રહસ્યમય સંજોગોમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બાળકી પર દુષ્કર્મ થયું છે અને તેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે આ સાથે, અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.
શરીર પર ઈજાના નિશાન
પોલીસે જણાવ્યાનુસાર, ગુરુવારે (20મી માર્ચ) સાંજે બાળકી ગુમ થઈ ગઈ હતી, જેના પગલે પરિવારે તેની શોધ શરૂ કરી હતી. બાદમાં શહેરના લાન્વા ટીડી બ્લોકના રાહત શિબિર નજીક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર અનેક ઈજાના નિશાન હતા. આ ઉપરાંત લોહીના ડાઘ પણ હતા. બાળકી પર દુષ્કર્મ થયો હોવાની શંકા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પૂછપરછ માટે 15 લોકોની અટકાયતમાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: કર્ણાટકમાં 48 નેતાની સેક્સ ટેપથી હોબાળો, તેમાં ભાજપ-કોંગ્રેસ સહિત કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ
પૂર્વ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ ઘટનાની નિંદા કરી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘હું અજાણ્યા ગુનેગારો દ્વારા બાળકીની ક્રૂર હત્યાની સખત નિંદા કરું છું.’ આ ઉપરાંત ઝોમી મધર્સ એસોસિએશન (ZMA) અને યંગ વાઈફેઇ એસોસિએશન (YVA), હૂપી બ્લોક સહિત અનેક સંગઠનોએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઝોમી મધર્સ એસોસિએશને કાયદા અમલીકરણ એજન્સીઓને સંપૂર્ણ તપાસ કરવા અને ગુનેગારોને ન્યાય અપાવવા વિનંતી કરી છે.