image : Pixabay
Vadodara Suicide Case : વડોદરા નજીક આવેલા દુમાડ ગામમાં ઠાકોર ફળિયામાં રહેતા સુરેશ પ્રભાતભાઈ ઠાકોર તા.20ની સવારના 5:00 વાગે નોકરી પર જવા નીકળ્યા હતા અને આઠ વાગે સવારે ઘેર પરત આવી જતા તેમની પત્ની નિકિતાએ નોકરી પરથી કેમ પાછા આવી જાવ છો તેમ કહી ઠપકો આપ્યો હતો.
પત્નીના આ ઠપકાથી મનમાં લાગી આવતા સુરેશ બપોરના 2:00 વાગે ઘર છોડીને નીકળી ગયેલ લાંબા સમય સુધી તે ઘેર પરત નહીં આવતા પરિવારના સભ્યોએ શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ ગઈકાલે સવારે દુમાડ ગામે વેરાઈમાતા મંદિરની બાજુની તલાવડીમાંથી ડૂબેલી હાલતમાં લાશ મળી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.