
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની બોર્ડની આવતી કાલે મળી રહેલી બેઠકમાં ગત નાણાં વર્ષ પેટે સરકારને રૂપિયા ૩ ટ્રિલિયનનું રેકોર્ડ ડિવિડન્ડ જાહેર કરવામાં આવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે સરકારની તિજોરી પર આવી પડેલા ભારણ સમયે આ ડિવિડન્ડ સરકાર માટે ટેકારૂપ બની રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રિઝર્વ બેન્ક રૂપિયા ૩ ટ્રિલિયન જેટલું ડિવિડન્ડ જાહેર કરશે તેવી અપેક્ષા હોવાનું એક એનાલિસ્ટે જ જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિઝર્વ બેન્કે સરકારને રૂપિયા ૨.










