નવી દિલ્હી,૫ મે,૨૦૨૫,સોમવાર
પહલગામમાં અત્યંત ક્રુર આતંકી હુમલા પછી ભારતમાં ગુસ્સો જોવા મળે છે ત્યારે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીઓ થઇ રહી હોવાની હિલચાલ તેજ બની છે. ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને ૭ મે ના રોજ નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર આ અભ્યાસમાં હવાઇ હુમલાના એલર્ટ સમયે સાયરન વગાડવાની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયે ૭ મે ના રોજ સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલી મોક ડ્રિલનો કેટલાક રાજયોને આદેશ અપાયો છે.