Jamnagar Suicide Case : જામનગરમાં સાંઢીયા પૂલ નજીકની સોસાયટીમાં રહેતી કિંજલબેન અશોકભાઈ દેથરીયા નામની 30 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પતિ અશોકભાઈ પ્રાગજીભાઈ દેથરીયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કિંજલબેનના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર કિંજલબેન કે જે પોતાના અગાઉના પરિચિત એવા વિજયભાઈ વાળા સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરતા હતા, જે તેના પતિને પસંદ ન હોવાથી વાત કરવાની ના પાડતાં કિંજલબેનને માઠું લાગી આવ્યું હતું, અને પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ગળાફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.