India-Pakistan conflict: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આજે જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારબાદ સરકારે વધુ તૈયારીઓ દાખવવાની શરૂ કરી દીધી છે. આ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાન અને નેપાળથી જોડાયેલા 10 રાજ્યોમાં અને કેન્દ્રી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ વડાઓની સાથે એક હાઈ લેવલ બેઠક કરી.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીડી સામેલ થયા. આ સિવાય જમ્મુ કાશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.