High Court Judges Appointment: દેશની હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પર કોલેજિયમની ભલામણોને ઝડપથી મંજૂરી આપવા નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, તે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક મુદ્દે કોલેજિયમની ભલામણો પર ઝડપથી મંજૂરી આપે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે અનેક ભલામણો કેન્દ્ર પાસે પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં જજની ઘટના કારણે પેન્ડિંગ કેસોની સંખ્યા પણ વધુ છે. જેથી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, હાઈકોર્ટમાં 7,24,192 ગુનાહિત કેસો પેન્ડિંગ છે. જેમાં એકલી અલાહાબાદ હાઈકોર્ટમાં જ 2.7 લાખ કેસો પેન્ડિંગ છે.
આ પણ વાંચોઃ છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ
29 જજની નિમણૂક પર નિર્ણય પેન્ડિંગ
સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું કે, નવેમ્બર, 2022થી અત્યારસુધી હાઈકોર્ટના જજ માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 221 નામોની ભલામણ કરી હતી. જેમાં 29 નામ કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવેલા ન્યાયાધીશોના નામ, હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વર્તમાન અને નિવૃત્ત ન્યાયાધીશો સાથે તેમના સંબંધ, અને સરકાર દ્વારા મંજૂર પ્રસ્તાવોની સંખ્યા જાહેર કરવામાં આવી હતી.
330માંથી માત્ર 170ને આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર, કોલેજિયમે 9 નવેમ્બર, 2022થી 10 નવેમ્બર, 2024 સુધી હાઈકોર્ટના ન્યાયાધીશ માટે 330 નામની ભલામણ કરી હતી. જેમાંથી કેન્દ્ર સરકારે માત્ર 170 નામ પર જ મહોર લગાવી હતી. 17 જજની નિમણૂક પર મંજૂરી હજી પેન્ડિંગ છે. ત્યારબાદ 11 નવેમ્બર, 2024થી 5 મે, 2025 દરમિયાન 103 ન્યાયાધીશોની ભલામણ કરવામાં આવી હતી. જેમાંથી માત્ર 51ને મંજૂરી આપી હતી. બાકીના 12 નામ પર મંજૂરી પેન્ડિંગ છે. 9 નવેમ્બર, 2022થી 5 મે, 2025 દરમિયાન હાઈકોર્ટમાં ન્યાયાધીશના પદ માટે કોલેજિયમે 221 નામ સૂચવ્યા હતા. જેમાંથી 29 નામ પર મંજૂરી બાકી છે.