Tatkal Ticket New Rule: ભારતીય રેલવેથી મુસાફરી કરનારા કરોડો મુસાફરો માટે ખૂબ મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે મંગળવારે તત્કાલ ટિકિટ બુકિંગ પર મોટો નિર્ણય લીધો છે. 1 જુલાઈ 2025થી માત્ર એ જ પેસેન્જર તત્કાલ ટિકિટ બુકિંગ કરી શકશે જેનું આધાર કાર્ડ IRCTC વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર વેરિફાઈ થઈ ચૂક્યું હોય.
રેલવે મંત્રાલયે 10 જૂને એક સર્ક્યુલર જાહેર કરીને તમામ ઝોનલ રેલવેને સૂચના કરી કે તત્કાલ ટિકિટ યોજના હેઠળ ટિકિટ હવે માત્ર એ જ યુઝર્સને ઉપલબ્ધ થશે, જેમણે પોતાનો આધાર નંબર IRCTC પોર્ટલ પર દાખલ કરીને OTPના માધ્યમથી વેરિફિકેશન કરાવ્યું હોય.