Operation Sindoor : ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ભારતને મોટી સફળતા મળી હતી. જ્યારે રવિવારે (11 મે, 2025)ના રોજ ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. DGMO રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા 9 આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને 100થી વધુ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જેમાં કંધાર હાઈજેક અને પુલવામાં હુમલામાં શામિલ યુસુફ અજહર, અબ્દુલ મલિક અને મુદસ્સિર અહમદ જેવા આતંકવાદીઓને પણ સામેલ છે.