– સિયાચેનથી સાગર સુધી ભારત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું
– યોગ દિવસે આંધ્રમાં બે ગિનિસ સહિત 23 વર્લ્ડ રેકોર્ડ બન્યા: ટાઇમ્સ સ્ક્વેર પર દસ હજાર લોકો જોડાયા: 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની થીમ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’
– યોગની વાર્ષિક ઊજવણીએ એકતા, કરુણા અને સુખાકારીના વૈશ્વિક સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું: બ્રિટનના કિંગ ચાર્લ્સ-3
વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શનિવારે ભવ્ય રાષ્ટ્રીય યોગ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ લાખ લોકોએ યોગ કર્યા હતા. આંધ્ર પ્રદેશમાં યોગ દિવસે બે ગીનીસ અને ૨૧ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. આ સાથે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સીયાચીનમાં સેંકડો જવાનોથી સમુદ્ર સુધી ભારત સહિત સમગ્ર વિશ્વ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગમય બન્યું હતું.