CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, ‘આ નવા ભારતની નીતિનું એલાન છે…