Trendin Video: સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાયલોટ પુત્રએ પોતાની માતાને પહેલી વાર એ ફ્લાઇટમાં બેસાડી જેમાં તે ખૂદ ફલાઈટ ઉડાવવાનો હતો. આ સમયે તેની માતાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. અને દીકરાની આંખોમાં ગર્વ જોવા મળતો હતો.
આ ખાસ પ્રસંગે પાઇલટે વિમાનમાં તેની માતાનું એનાઉન્સમેન્ટ કરીને સ્વાગત કર્યું હતું. વીડિયો જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ રહ્યા છે અને માતા અને પુત્ર વચ્ચેના આ પ્રેમને બિરદાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં અશ્વથ તેની માતાને પ્લેન ગેટ પર ગળે લગાવે છે.માતાના ચહેરા પર ખુશી અને ગર્વ જોવા મળી રહ્યો હતો. આ પછી અશ્વથ માઈક પર મુસાફરોનું સ્વાગત કરે છે અને પછી બીજી એક વાત કહે છે, જેના કારણે આખું વાતાવરણ લાગણીઓથી ભરાઈ જાય છે.
પહેલીવાર દિકરા સાથે માતાએ કરી પ્લેનમાં સફર
અશ્વથ કહી રહ્યો છે કે, ‘આજે આ ફ્લાઇટમાં મારી સાથે એક ખૂબ જ ખાસ મુસાફર છે. તે એ જ વ્યક્તિ છે જેને હું ઘણીવાર કરિયાણાની દુકાન કે સલૂનમાં લઈ જતો હતો, પરંતુ આજે પહેલી વાર હું તેને બીજા દેશમાં લઈ જઈ રહ્યો છું. તે મારી માતા છે.’ આ વાત સાંભળીને વિમાનમાં બેઠેલા તમામ મુસાફરો તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરે છે અને માતાને સમ્માન આપે છે. આ દ્રશ્ય ફક્ત માતા માટે જ નહીં, પણ દરેક માટે ભાવનાત્મક પળ હતી.
આ પણ વાંચો: કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું – ‘FIR નોંધો’
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વીડિયોમાં મા -દિકરાની કેમેસ્ટ્રી અને પરસ્પર પ્રેમે બધાનું દિલ જીતી લીધું છે. જેમાં અશ્વથ તેની માતાને કોકપીટ બતાવે છે, તેમની સાથે સેલ્ફી લેતો અને ફ્લાઇટ પહેલાં માતાને ફ્લાઈટ વિશે વાત કરે છે. પાયલોટે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘સૌથી ખાસ પેસેન્જર સાથે ફ્લાઇટ ઉડાન ભરવા માટે મંજૂરી મળી ગઈ. મમ્મીનું સ્વાગત છે.’ આ વીડિયો લાખો લોકોએ જોયો છે અને હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ તેને “સ્વપ્નોની ઉડાન” ગણાવી તો કોઈએ લખ્યું, ‘તમે તમારી માતાને ગર્વ કરાવ્યો.’