બિહાર પ્રવાસ પર પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરૂદ્ધ બે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. દરભંગા પોલીસે તેમના વિરૂદ્ધ બે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ દરભંગાના લહેરિયાસરાય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને તેમાં રાહુલ ગાંધી સહિત 20 દિગ્ગજ નેતાઓ અને અંદાજિત 100 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક આંબેડકર છાત્રાલયમાં જબરદસ્તી કાર્યક્રમ આયોજિત કરવાને લઈને છે.
રાહુલ ગાંધીએ દરભંગામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.