મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ પણ વધુ તૂટયા હતા. જો કે મુંબઈ બજારમાં આજે કિંમતી ધાતુઓમાં કુલતા ભાવવની સરખામણીએ બંધ ભાવ ઉંચા રહ્યા હતકા. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં બેતરફી મોટી ઉછળકુદ આજે જોવા મળી હતી.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૨૦૬થી ૩૨૦૭ વાળા ગબડી નીચામાં ભાવ ૩૧૨૦થી ૩૧૨૧ થઈ ફરી વધી ૩૧૯૦થી ૩૧૯૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.