Jharkhand News : ઝારખંડની રાજધાની રાંચીમાં પાણીના ધોધમાં ન્હાવા પડેલા ચાર ડૉક્ટરોમાંથી એક ડૉક્ટરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જિલ્લાની રિમ્સ હૉસ્પિટલના 26 ઇન્ટર્ન ડૉક્ટોનું ગ્રૂપ પિકનિક મનાવવા માટે રાંચીથી 40 કિલોમીટર દૂર પાણીના ધોધમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થયેલા ચાર ડૉક્ટરોમાંથી એકનું મોત થતા હડકંપ મચી ગયો છે.
પિકનીક મનાવવા ગયું હતું 26 ડૉક્ટરોનું ગ્રૂપ
મળતા અહેવાલો મુજબ રાંચીના બરિયાતૂ સ્થિત રિમ્સ હૉસ્પિટલના 2019 MBBS બેંચના 26 ઇન્ટર્ન ડૉક્ટરોએ પિકનીકનું આયોજન કર્યું હતું.