– કરોડોની રોકડનો વિવાદ : જજના વિરોધમાં વકીલો હડતાળ પર
– જજ વર્માની ટ્રાન્સફર સાંખી નહી લઇએ, કોઇ કોર્ટ ડસ્ટબીન નથી : અલ્લાહાબાદ બાર એસો.
– દિલ્હી હાઇકોર્ટમાં જજ વર્માને ડીરોસ્ટર કરાયા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સોમવારે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફરની કેન્દ્ર સરકારને ભલાણ કરી છે. જોકે, સુપ્રીમના આ દેશના વિરોધમાં અલ્લાહાબાદ બાર એસોશિએસનના વકીલો મંગળવારથી અનિશ્ચિત કાળની હડતાળ પર ઉતરી ગયા છે. જસ્ટીસ વર્મા તેમના સત્તાવાર નિવાસ્થાનેથી જંગી રોકડ મળી આવવાના કિસ્સામાં તપાસનો સામનો કરી રહ્યા હતા. તેમની પાસેથી ન્યાયિક કામગીરી છીનવી લેવાઈ છે અને તેમના મૂળ સ્થાન અલ્હાબાદ હાઇકોર્ટમાં તેમને પરત મોકલી દેવાનો આદેશ અપાયો છે.ર્
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેમની ટ્રાન્સફરની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી તે જણાવાયું છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક ૨૦ અને ૨૪ માર્ચના રોજ કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માને તેઓ આવ્યા હતા ત્યાંથી અલ્હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલવાની ભલામણ કરવામાં આવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ વર્માને કોલેજિયમે અલ્હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલવાની ભલામણ કરી છે. જો કે અલ્હાબાદ હાઇકોર્ટના બાર એસોસિયેશને સુપ્રીમની દરખાસ્તનો ભારે વિરોધ કર્યો છે. બાર એસોસિયેશનના વડા અનિલ તિવારીએ મુખ્ય ન્યાયાધીશને આગ્રહ કર્યો છે કે જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ જ હાઇકોર્ટ નહીં બીજી કોઈપણ કોર્ટમાં ટ્રાન્સફર ન કરાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ કોર્ટ ડસ્ટબીન નથી.
સુપ્રીમ કોર્ટે ૨૧ માર્ટના રોજ જણાવ્યું હતું કે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાયે ન્યાયાધીશ વર્મા સામે ઇન-હાઉસ તપાસ શરુ કરી હતી અને તેમની ટ્રાન્સફર કરવામાં આવી તે અલગ જ દરખાસ્ત છે. તેને આ તપાસ સાથે કશું લાગતું વળગતું નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશ વર્માના નિવાસ્થાને બેલી ઘટનાને લઈને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપાધ્યાયે તેમની સામે ઇન-હાઉસ તપાસ શરુ કરી છે. તેઓ તેમની સામેના પુરાવા એકત્રિત કરી રહ્યા છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટેની ભલામણ સ્વીકારી લેતા ન્યાયાધીશ વર્માની ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થઈ છે.
ન્યાયાધીશ વર્માન લુત્યેન્સ દિલ્હી ખાતેના નિવાસ્થાને ૧૪ માર્ચના રોજ સાડા અગિયાર વાગ્યાની આસપાસ લાગેલી આગને બૂઝાવવા આવેલા ભાયર બ્રિગેડના કર્મચારીઓને ત્યાંથી રોકડ મળી આવી હતી. સુપ્રીમ કોર્ટના કોલેજિયમના વડા તરીકે સંજીવ ખન્ના અને દિલ્હી હાઇકોર્ટે આ મુદ્દે શ્રેણીબંધ ચુકાદા આપ્યા હતા, તેમા ન્યાયાધીશ વર્મા પાસેથી ન્યાયનું કાર્ય પરત લઈ લેવાનો પણ સમાવેશ થાય છે. દિલ્હી હાઇકોર્ટે જજ વર્માને તાત્કાલિક ધોરણે અમલમાં આવે તે રીતે ડિરોસ્ટર કર્યા છે. આના પગલે હવે તેઓ દિલ્હી હાઇકોર્ટમા કોઈપણ પ્રકારની કાયદાકી કાર્યવાહીને અંજામ નહીં આપી શકે કે તેના અંગે ચુકાદો નહીં આપી શકે.