ઈઝરાયેલ-હમાસ અને યુક્રેન-રશીયા યુદ્વ ફરી વકરતાં વૈશ્વિક સાવચેતી
મુંબઈ : યુક્રેન-રશીયા વચ્ચે યુદ્વ વકરવા સાથે ઈઝરાયેલે પણ હમાસ પર અત્યંત ઘાતક હુમલા કરીને ગાઝા પૂર્ણપણે કબજે કરવાનું એલાન કરતાં જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને જર્મનીએ રશીયા પર આર્થિક નવા પ્રતિબંધો લાદવાનો સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ઉછાળે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર નરમાઈ તરફી થઈ ગયું હતું. ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નફારૂપી વેચવાલી કર્યા સાથે રિલાયન્સ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં બજાર વધ્યામથાળેથી પાછું ફરીને નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું. સેન્સેક્સ આરંભિક મજબૂતીમાં ઉપરમાં ૮૨૪૨૪.૧૦ સુધી પહોંચ્યા બાદ વધ્યામથાળેથી પાછો ફરી નીચામાં ૮૧૯૬૪.૫૭ સુધી આવી અંતે ૨૭૧.૧૭ પોઈન્ટ ઘટીને ૮૨૦૫૯.૪૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ પણ ઉપરમાં ૨૫૦૬૨.૯૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૪૯૧૬.૬૫ સુધી આવી અંતે ૭૪.૩૫ પોઈન્ટ ઘટીને ૨૪૯૪૫.૪૫ બંધ રહ્યો હતો.
પ્રોટિઅન ઇગવ ટેકનોલોજીસ પાન ૨.૦ પ્રોજેક્ટ માટે સિલેક્ટ નહીં થતાં શેરમાં ૨૦ ટકાની ઊંધી સર્કિટ લાગી
આવક વેરા ખાતા દ્વારા તેના પાન ૨.૦ પ્રોજેક્ટ માટે આરએફપી સિલેક્શન પ્રક્રિયાના આગામી રાઉન્ડ માટે પ્રોટીઅન ઈગવ ટેકનોલોજીસની પસંદગીની નહીં થતાં કંપની માટે નગેટીવ લેખાતા આ ડેવલપમેન્ટે શેરમાં જંગી વેચવાલીએ ૨૦ ટકાની ઊંધી સર્કિટ લાગી જઈ શેર રૂ.૨૮૫.૭૫ તૂટીને રૂ.૧૧૪૩.૦૫ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડો વેચવાલ : ઓનવર્ડ, આઈકેએસ, ઝેગલ પ્રિપેઈડ, એમ્ફેસીસ, ઈન્ફોસીસ, કોફોર્જ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે વૈશ્વિક મોરચે બદલાતા વેપાર સમીકરણોને લઈ નવા પડકારો ઊભા થવાના સંકેત વચ્ચે આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૬.૪૦ ઘટીને રૂ.૨૯૬.૪૫, આઈકેએસ રૂ.૫૯.૨૦ ઘટીને રૂ.૧૬૧૧.૫૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૪૨૫.૯૦, એમ્ફેસીસ રૂ.૬૫.૮૦ ઘટીને રૂ.૨૫૩૪.૨૫, મેપમાય ઈન્ડિયા રૂ.૪૮.૧૦ ઘટીને રૂ.૨૦૫૨.૯૦, સિગ્નિટી રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૫૨૮.૧૦, ઈન્ફોસીસ રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૧૫૫૯.૧૫, કોફોર્જ રૂ.૧૪૯.૫૦ ઘટીને રૂ.૮૨૭૪.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૫૯.૧૫ પોઈન્ટ ગબડીને ૩૬૯૩૯.૨૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં વેલ્યુબાઈંગ : લોન મેળવતાં બજાજ ઓટો રૂ.૩૫૯ વધી રૂ.૮૮૪૬ : ટીઆઈ ઈન્ડિયા, હીરો વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ સતત વેલ્યુબાઈંગ કર્યું હતું. બજાજ ઓટોએ કેટીએમ એજીની ઈન્સોલવન્સી યોજના માટે ફંડિંગ કરવા ૫૬.૬ કરોડ યુરોની લોનની જેપી મોર્ગન ચેઝ, ડીબીએસ બેંક અને સિટીગુ્રપ સાથે જોગવાઈ કરતાં રૂ.૩૫૮.૯૦ ઉછળી રૂ.૮૮૪૬.૦૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૪.૯૦ વધીને રૂ.૩૧૩૪.૭૦, ઉનો મિન્ડા રૂ.૨૦.૧૦ વધીને રૂ.૧૦૦૯.૨૦, અશોક લેલેન્ડ રૂ.૪ વધીને રૂ.૨૪૧.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૪૧.૪૦ વધીને રૂ.૪૨૭૯.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૧.૭૦ પોઈન્ટ વધીને ૫૩૮૮૦.૯૯ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં તેજી : થેમીસ મેડી, એપીએલ, અમી ઓર્ગેનિક્સ, આરતી ફાર્મા, આરતી ડ્રગ્ઝમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. થેમીસ મેડી રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૭૦.૯૫, એપીએલ લિમિટેડ રૂ.૧૧૪.૫૦ વધીને રૂ.૧૦૨૮.૨૫, સુવેન રૂ.૧૯.૧૫ વધીને રૂ.૨૦૮, આરતી ફાર્મા રૂ.૫૮.૭૫ વધીને રૂ.૮૫૫.૨૫, આરતી ડ્રગ્ઝ રૂ.૨૬.૪૫ વધીને રૂ.૪૮૧.૪૫, અમી ઓર્ગેનિક્સમાં ૬ ટકા હોલ્ડિંગ એટલે કે ૨૭ લાખ શેરોની બ્લોક ડિલ વચ્ચે શેર રૂ.૬૪.૫૫ વધીને રૂ.૧૧૮૮.૨૦, મોરપેન લેબ રૂ.૩.૧૬ વધીને રૂ.૬૩.૭૦, એનજીએલ ફાઈન રૂ.૬૨.૨૦ વધીને રૂ.૧૩૦૭.૧૦, દિવીઝ લેબ રૂ.૩૦૨.૩૦ વધીને રૂ.૬૫૮૩.૬૫, સ્ટાર હેલ્થ રૂ.૨૫.૩૦ વધીને રૂ.૬૮૭, ઈપ્કા લેબ રૂ.૪૪.૯૫ વધીને રૂ.૧૪૩૭.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૪૮.૨૩ પોઈન્ટ વધીને ૪૨૬૯૦.૨૧ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : રિલાયન્સ રૂ.૧૫ ઘટી રૂ.૧૪૪૨ : એચપીસીએલ, અદાણી ગેસ ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની વેચવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૫ ઘટીને રૂ.૪૦૪.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૯૫ ઘટીને રૂ.૧૪૪૧.૬૫, અદાણી ટોટલ ગેસ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૬૭૪.૯૦, બીપીસીએલ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૩૧૭.૨૫ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં તેજીનું ચણતર : ફિનિક્સ, ઓબેરોય રિયાલ્ટી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીમાં તેજી
રિયાલ્ટી ક્ષેત્રે કંપનીઓની એકંદર સારી ત્રિમાસિક કામગીરીનું શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ફિનિક્સ રૂ.૫૪ વધીને રૂ.૧૬૦૬.૪૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૯ વધીને રૂ.૧૭૩૪.૪૫, ડીએલએફ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૭૩૭.૪૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૨.૯૫ વધીને રૂ.૨૨૩૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૪૨૦, સિગ્નેચર રૂ.૨૨.૧૦ વધીને રૂ.૧૨૫૪.૭૦, અનંતરાજ રૂ.૬.૦૫ વધીને રૂ.૫૨૦.૨૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૭.૩૯ પોઈન્ટ વધીને ૭૨૩૩.૨૯ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં ફંડો લેવાલ : સુપ્રિમ રૂ.૧૭૫ વધ્યો : બ્લુ સ્ટાર, આદિત્ય બિરલા ફેશનમાં આકર્ષણ
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૪.૭૫ વધીને રૂ.૩૮૫૭, બ્લુ સ્ટાર રૂ.૫૭ વધીને રૂ.૧૬૨૦.૩૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૮.૦૫ વધીને રૂ.૨૮૬, વોલ્ટાસ રૂ.૯.૨૦ વધીને રૂ.૧૨૭૦.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૨૮.૦૧ પોઈન્ટ વધીને ૫૯૮૦૦.૫૭ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : એડલવેઈઝ, સાઉથ ઈન્ડિયન બેંક, બજાજ હોલ્ડિંગ, આઈડીબીઆઈ વધ્યા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. મહારાષ્ટ્ર સ્કૂટર રૂ.૧૧૩૩.૦૫ વધીને રૂ.૧૩,૭૦૦, બજાજ હોલ્ડિંગ રૂ.૮૬૩.૮૦ વધીને રૂ.૧૩,૯૮૨.૬૫, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૨૩૮.૧૫ વધીને રૂ.૪૦૦૦, એડલવેઈઝ રૂ.૪.૪૬ વધીને રૂ.૯૧.૩૬, સેન્ટ્રલ બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૩૮.૨૦, સાઉથ ઈન્ડિયન બેંક સારા પરિણામે રૂ.૧.૧૯ વધીને રૂ.૨૮.૭૭, આઈડીબીઆઈ બેંક રૂ.૩.૬૩ વધીને રૂ.૮૯.૬૪, યુટીઆઈ એએમસી રૂ.૪૬.૩૫ વધીને રૂ.૧૧૬૬.૨૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૧૦૧.૨૦ વધીને રૂ.૨૬૩૦, બજાજ ફાઈનાન્સ રૂ.૮૭.૫૦ વધીને રૂ.૯૨૫૪.૪૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોનું સતત લેવાલીનું આકર્ષણ : ૨૫૩૧ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટીની નરમાઈ છતાં સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોનું આકર્ષણ જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૭૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૩૧ અને ઘટનારની સંખ્યા ૧૫૬૫ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૮૩ હજાર કરોડ વધીને રૂ.૪૪૩.૬૭ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૮૩ હજાર કરોડ વધીને રૂ.૪૪૩.૬૭ લાખ કરોડ રહ્યું હતું.